જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર ખલાસીનું મોત
“માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીનું મોત નીપજયું
ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગતા નીપજ્યું મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર”માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગી જતા મોત નીપજયુ હતું. અમરેલીના જાફરાબાદના ખલાસી જગદીશભાઈ મંગાભાઈ બારૈયા નામના યુવાનને લોખંડ નો પદાર્થ માથાના ભાગે વાગી જવાથી ખુબજ ગંભીર હાલતમાં છે તેવા સમાચાર બોટ માલિક દ્વારા પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી ને જાણ કરવામાં આવેલ હતી. પ્રમુખ શ્રી દ્વારા ” કોસ્ટગાર્ડ” તેમજ પીપાવાવ મરીન પોલીસ ને જાણ કરવામાં આવેલ, દરિયામાં લો ટાઈટ ને કારણે કોસ્ટગાર્ડની શીપ દરિયામાં જય શકે તેમ ન હોય,આ બાબતે માનનીય સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાહેબ ને જાણ કરતાં તેમણે વહેલી તકે દરિયામાંથી યુવાન ને બચાવવા કહેલ, માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી ને પણ જાણ કરવામાં આવેલ,ફિસીગ બોટ દરિયામાં ખુબજ દુર હતી.
જાફરાબાદ બંદર થી ૫૦ નોટીકલ માઇલ દૂર હોય તેમજ આ બોટ ની સ્પીડ વધારેમાં વધારે ૬ થી ૭ નોટીકલ માઇલ ની હોય, બંદરમાં પહોંચતાં કલાકો લાગી જાય છે ,આવા સંજોગોમાં યોગ્ય સમયે સારવાર ન મળતાં અવાર નવાર ખલાસીઓ ના મૃત્યુ થવાના બનાવો બનતા રહે છે,ગય કાલે પણ યોગ્ય સમયે સારવાર ન મળતાં યુવાનનું મૃત્યુ નિપજયું. છેલ્લા ઘણાં વર્ષોથી અમારી સરકાર શ્રી ને રજુઆત છે કે જાફરાબાદ બંદરે ” દરિયાઈ ૧૦૮” ની સુવિધા આપવામાં આવે ,જો આજે આ સુવિધા હોતતો આ યુવાન ની જાન બચાવી સકત , ફરી સરકાર શ્રી ને વિનંતી છે કે ૧૦૮ ની સુવિધા વહેલી તકે આપવામાં આવે તેવી કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિયેશન જાફરાબાદ દ્વારા માંગ કરી