આ કારની બેટરી ક્ષમતા 26 kWh છે.
આ કાર દર વર્ષે રૂ.2 લાખ બચાવશે
આપે છે 306kmની માઈલેજ
જો તમે પણ પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઈલેક્ટ્રીક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમે બેઝિકથી શરૂઆત કરવા ઈચ્છશો. અમે તમને ભારતમાં ઈલેક્ટ્રિકની શરૂઆત કરવા વાળા ગ્રાહકો માટે બે સૌથી બેસિક ઈલેક્ટ્રિક ઓપ્શન ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં Tata Tigor EV સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર છે અને સૌથી સસ્તા ઈલેક્ટ્રિક-ટૂ-વ્હીલર એટલે કે ઈ-સ્કૂટક Ampere V48 છે. આવો આપણે આ બન્ને વિશે વિસ્તારથી જાણીએ. ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો Tata Tigor EVનાં પરમનેન્ટ મેગ્નેટ સિંક્રોનાઈઝ મોટર આપવામાં આવી છે. આ ઈલેક્ટ્રિક મોટર 74.7 PSનો પાવર અને 170 Nmનો ટાર્ક જનરેટ કરે છે. આ મલ્ટી ડ્રાઈવ મોડ્સ ડ્રાઈવ અને સ્પોર્ટ્સમાં આવે છે. આ કારની બેટરીની ક્ષમતા 26kWh છે.
આ કાર ફક્ત 5.7 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. રેન્જની વાત કરવામાં આવે તો આ ઈલેક્ટ્રિક કાર એક વખત ચાર્જ થઈને 306 કિમી સુધી ચાલી શકે છે. ચાર્જિંગની વાત કરવામાં આવે તો આ ફક્ત ફાસ્ટ ચાર્જિંગના કારણે 1 કલાક 5 મિનિટમાં 0થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. ત્યાં જ નોર્મલ ચાર્જિંગથી 8 કલાક 45 મિનિટનો સમય લાગે છે. જો કોઈ વ્યક્તિ Tata Tigor EV ખરીદે છે અને તેને ચલાવે છે તો તે કંપની પર આપવામાં આવેલા સેવિંગ કેલકુલેટરની મદદથી 5 વર્ષમાં લગભગ 10,07,020 રૂપિયાની બચત કરી શકે છે. જો કોઈ વ્યક્તિની ડેલી રનિંગ 100 કિમી છે અને પેટ્રોલની હાલની કિંમત દિલ્હીમાં 105.41 રૂપિયા પ્રતિ લીટર છે તો તે હિસાબથી આ બચત સામે આવે છે. ઈલેક્ટ્રિક કાર ચલાવવા પર ફાયદો પ્રતિ વર્ષના હિસાબથી લગભગ 2,01,404 રૂપિયાની બચત થઈ શકે છે.