Google હટાવવા જઇ રહ્યું છે 9 લાખ એપ્સ
જો તમે ઈન્સ્ટોલ કરી હોય તો થઇ જાઓ એલર્ટ
કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે ઉઠાવ્યો નિર્ણય
ગુગલ પ્લે સ્ટોર પરથી લગભગ નવ લાખ એવી એપને હટાવવાની તૈયારી કરી રહ્યું છે, જેણે અપડેટ જાહેર કર્યુ નથી. એન્ડ્રોઈડ ઑથોરિટી મુજબ આમ કરવાથી ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્સની સંખ્યા એક તૃતિયાંશ ઓછી થઇ જશે. તેથી પહેલા એપલે પણ પોતાના પ્લે સ્ટોર પરથી આવી એપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જેણે છેલ્લાં બે વર્ષથી કોઈ અપડેટ જાહેર કર્યુ નથી. એપલે આ બધા એપ નિર્માતાઓને ઈ-મેલ મોકલીને તેની સુચના પણ આપી હતી.
સીનેટ મુજબ, ગુગલ અને એપલ તેના યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ઉઠાવી રહી છે. ગુગલ આવી એપ્સને તેના પ્લેસ્ટોર પરથી હાઈડ કરી દેશે. જેને અપડેટ જાહેર કરી નથી. આવુ કરવાથી યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકશે નહીં. રિપોર્ટ મુજબ જૂની એપ સુરક્ષાને વધારવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસમાં આવેલ ફેરફાર, નવા એપીઆઈ અને નવી મેથડ્સનો લાભ ઉઠાવતા નથી. જેના કારણે જૂની એપ સુરક્ષાની દ્રષ્ટિએ નબળી છે, જ્યારે નવી એપમાં આ કમી થતી નથી.