આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે
ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા
આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે
પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે.પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેણે ધોનીની ટીમને 7 વિકેટથી હરાવી દીધી અને પોઈન્ટ ટેબલમાં પોતાની જગ્યા ટોપ 2ની અંદર પણ પાક્કી કરી લીધી.
પોઈન્ટ ટેબલમાં નંબર 2ની જગ્યા પાક્કી.તમને પણ એમ થશે કે વળી આ શું? તો એનો અર્થ એ થયો કે હવે ગુજરાતની ટીમને ફાઈનલમાં જગ્યા બનાવવા માટે બે વાર તક મળશે. ટીમે આ વખતે ભવ્ય પ્રદર્શન કરીને 13 મેચ રમી 20 પોઈન્ટ મેળવી લીધા છે. રવિવારે ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં ઓપનર રિદ્ધિમાન સાહાએ સારું પ્રદર્શન કર્યુંઆ બાજુ ચેન્નાઈની વાત કરીએ તો આઈપીએલમાં પહેલીવાર એવું બન્યું છે કે સીએસકેએ કોઈ પણ સીઝનમાં 9 મેચમાં હાર ભોગવવી પડી. ચેનાનાઈએ આ વખતની સીઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે જેમાંથી ફક્ત 4 મેચમાં ટીમ જીતી છે. બાકીની મેચમાં હારનો સામનો કરવો પડ્યો. હવે એક મેચ બાકી છે. જે રાજસ્થાન રોયલ્સ સામે 20મી મેના રોજ રમાશે.