ગટરનું પાણી પીવે, મૃત પ્રાણીઓને ખાય છે
આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે.
67 વર્ષ પહેલા 20 વર્ષની ઉમરમાં અંતિમ વખત ન્હાયો હતો
મોટાભાગના લોકો દરરોજ ન્હાવામાં માને છે. ડોક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ ન્હાવો છો તો તમે ઘણી બીમારીથી બચી શકો છો. પરંતુ આ વચ્ચે જાણ થઇ છે કે દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે જે છેલ્લા 67 વર્ષથી ન્હાયો નથી. લોકો આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે.એક રિપોર્ટ મુજબ, દુનિયાના આ સૌથી ગંદા વ્યક્તિનું નામ અમાઉ હાજી છે. એની ઉમર લગભગ 87 વર્ષ છે. અમાઉ હાજી ઈરાનના ઉયષલફવ ગામમાં રહે છે. અમાઉ હાજી આજથી લગભગ 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉમરમાં અંતિમ વખત ન્હાયો હતો.ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 67 વર્ષથી ન ન્હાવા છતાં અમાઉ હાજી સ્વસ્થ છે.
ડોકટરોએ અમાઉ હાજી ના ઘણા ટેસ્ટ કર્યા, જેમાં તેઓ સ્વસ્થ મળ્યા છે. એને કોઈ બીમારી નથી. 67 વર્ષ નહિ ન્હાવાનો દાવો કરવા વાળા અમાઉ હાજી નું કહેવુંછે કે ન્હાવા માટે અશુભ સાબિત થશે અને તેઓ મરી જશે.મળતી માહિતી મુજબ, અમાઉ હાજી માત્ર ન્હાવાની બાબતમાં જ ગંદા નથી. તે રસ્તા પરના મૃત પ્રાણીઓને ખાય છે. આ સિવાય તે ગટરનું પાણી પણ પીવે છે. અમાઉ હાજી ને શાહુડી ખાવાનું પસંદ છે.નોંધનીય છે કે અમાઉ હાજીની અનોખી જીવનશૈલીને કારણે તેને કોઈ મિત્ર નથી. કોઈ તેને તેની નજીક પણ આવવા દેતું નથી. પરંતુ અમાઉ હાજી આજકાલ વૈજ્ઞાનિકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વૈજ્ઞાનિકો સંશોધન માટે અમાઉ હાજી પાસે આવતા રહે છે.