પેટમાં ગેસને બનતા અટકાવવા માટે આ ટીપ્સને કરો ફૉલો
અમુક ઘરેલુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી મળશે છૂટકારો
કસરત ના કરવાને કારણે પણ પેટમાં બને છે ગેસ
પેટમાં ગેસ બનવો એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. ખરેખર, બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે. આ સિવાય કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કરવુ અને કોઈ પણ કસરત ના કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં અમુક ઘરેલુ ઉપાયોની મદદથી છૂટકારો મળી શકે છે. તો આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે, જેનાથી આ સમસ્યામાં સમાધાન મળી શકે છે.દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણીસવારની શરૂઆત તમે હુંફાળા પાણી સાથે કરી શકો છો. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. શરીરમાં કોઈ પણ પ્રકારની ગેસ બનશે નહીં. એવામાં તમારે દરરોજ એક ગ્લાસ હૂંફાળુ પાણી પીવુ જોઈએ. જેનાથી પેટની સમસ્યા દૂર થઇ શકે છે.
જીરાનુ પાણી જીરાના પાણીથી વજન તો ઘટશે પરંતુ પેટ સંબંધિત દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. એવામાં તમારે આ પાણી ફરજીયાત પીવુ જોઈએ. જેનાથી તમને સારું પરિણામ મળશે.આદુથી પણ ગેસ ઓછો થશેઆ સિવાય આદુથી પણ ગેસની સમસ્યા દૂર થઇ શકે છે. એટલેકે તમારે તમારા ડાયટમાં આદુનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. હૂંફાળા પાણીમાં તમે આદુને ઉકાળીને પી શકો છો અથવા પછી કોઈ પણ શાકભાજીમાં તેને નાખવાથી ફાયદો મળશે.
હીંગને પાણીમાં મિલાવીને પીવોબધા જાણે છે કે હીંગ પેટમાં બંધાયેલા ગેસને તોડવાનુ કામ કરવામાં ફાયદાકારક છે. સીધી રીતે હીંગનુ સેવન કરી શકાય છે. આ સાથે તમે તેનુ સેવન ગરમ પાણીમાં મિલાવીને પણ કરી શકો છો. તેનાથી તાત્કાલિક આરામ મળશે.