CNG કાર હોય તો રાખો આ ખાસ ધ્યાન
કંપની ફિટેડ સીએનજી કાર લેવાનો આગ્રહ રાખો
અલગથી CNG કાર કરાવો તો ગુણવત્તા અવશ્ય જોવી
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સીએનજી કારની ડિમાંડમાં વધારો થયો છે. નવી ગાડી ખરીદનારા લોકો પણ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોની કારમાં સીએનજી નથી તેવા લોકો પણ અલગથી સીએનજી કિટ ફીટ કરાવી રહ્યા છે. ક્યારે જો તમે પણ આવુ કર્યુ હોય તો ખાસ ધ્યાન રાખશો. કારણ કે સીએનજી કીટ અલગથી તમે ફીટ કરાવવી હાનિકારક છે.
ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી જ હિતાવહ
જો તમે પણ આજકાલ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ કે પછી સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદવાનું વિચારતા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. પહેલુ કે તમારે કંપનીએ ફીટ કરેલી સીએનજી કાર ખરીદવી જોઇએ. કારણ કે આ કીટ એન્જિન સાથે સારી રીતે ટ્યૂન કરે છે જેથી એન્જિન સારુ રહે છે. અને કાર સારી માઇલેજ આપે છે.
સમયાંતરે CNG કિટ ચેક કરતા રહો
જો તમે સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદી છે અથવા તમે પહેલાથી જ વપરાયેલી સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે સમયાંતરે સીએનજી
કીટ તપાસતા રહેવું જોઈએ. આમ કરવું એટલા માટે જરુરી છે કે ક્યાંયથી ગેસ લીક હોય કે પછી સિલિન્ડરની ગુણવત્તા સાથે ચેડા કરવામાં ન આવ્યા હોય.
આગ લાગવાની છે શક્યતા
તમને ખ્યાલ જ હશે આપણે કારમાં સીએનજી નંખાવીએ તો સીએનજી પંપ વાળા આપણને કારમાંથી બહાર ઉતરી જવાનું કહે છે. કારણ કે એવા ઘણા બનાવો બન્યા છે કે ગેસ રિફ્યુઅલિંગ સમયે આગના બનાવો બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કારની સીએનજી કિટમાં બ્લાસ્ટ થવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.
સિલિન્ડર ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
CNG કારમાં ગેસ ભરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે સીએનજી સ્ટેશન પર ગેસ ભરવા જાવ ત્યારે કારમાંથી બહાર નીકળીને થોડા દૂર જતા રહો. ગેસ ભરાઇ રહ્યો હોય ત્યારે કારમાં બિલકુલ બેસો નહી. આ સિવાય જ્યારે પણ તમને તક મળે ત્યારે સીએનજી સિલિન્ડરને ચેક કરાવો. તેમાં કોઈ લીકેજ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરો. આ બધાની સાથે, એક વધુ મહત્વની બાબત એ છે કે તમે જ્યારે બહારથી સીએનજી કીટ ફીટ કરાવી હોય તો સીએનજી કીટની ગુણવત્તાને ખાસ ધ્યાનમાં લેવી.