CSKને મોટો ઝટકો લાગ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીએ સંન્યાસ લીધો
55 વન ડેમાં 1694 રન બનાવ્યા
ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી અંબાતી રાયુડૂએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાયુડૂએ ભારત માટે 2013માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 વન ડે મેચોમાં 1694 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 10 અર્ધશતક લગાવ્યા છે. તો વળી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2016માં ટી 20 ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા વાલેર રાયુડૂએ 6 ટી 20 મેચોમાં 42 રન બનાવ્યા હતા.
અંબાતી રાયુડૂએ આઈપીએલ 2022માં અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. 2019માં જ્યારે અંબાતી રાયુડૂને વર્લ્ડ કપ રમવાનો મોકો નહોતો મળ્યો, તો તેની જગ્યાએ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને તેણે અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે હાલમાં નંબર 4 પર રમવા માટેનો મજબૂત દાવેદાર હતો. તેને સિલેક્ટ નહીં કરવાનું ભયંકર પરિણામ ટીમને ભોગવવું પડ્યું છે અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં હારનું પણ આ જ એક કારણ હોઈ શકે છે.
આ અગાઉ પણ અંબાતી રાયડૂએ 2019માં વન ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયામાં જગ્યા નહોતી મળી. તેનું નામ વર્લ્ડ કપ માટે સ્ટેંડબાઈ તરીકે સામેલ હતું. ત્યારે રાયડૂ નારાજ થઈને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યા લેવાની જાહેરાત કરી હતી.
જો કે, તેના બે મહિના બાદ તેણે સંન્યાસ તોડી દીધો હતો અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે ઈમેલ મોકલીને ફરીથી ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અગાઉ 2018માં જ રાયડૂએ મર્યાદિ ઓવર પર ધ્યાન લગાવવા માટે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.