ગરમીમાં હજુ નહીં મળે રાહત
આ વિસ્તારોમાં ચડશે ગરમીનો પારો
જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ
ગરમીથી રાહત મળે તેની રાહ જોઈને બેઠા હોવ તો ભૂલી જજો કારણ કે હજુ થોડા દિવસોની ગરમીનો સામનો કરવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. પણ એ પહેલા બીજા કેટલાક દિવસ ગરમીનો પારો દેશના ઘણા વિસ્તારોમાં ચડેલો જ રહેશે.
15 મેના રોજ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રથમ વરસાદનો પડી શકે છે. વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ મહત્વના સમાચાર છે. જ્યારે એના માત્ર 4 દિવસ પહેલા જ એટલે કે 26 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે.
હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેના રોજ પહાડોમાં ભારે વરસાદની આશંકા છે યુપીના બરેલી સહિત અનેક રાજ્યોને અને વિસ્તારોને તેની અસર થશે. 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું પડી રહ્યું છે. પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાતના દિલ્હી કેટલાક ભાગો, વિદર્ભ અને પંજાબના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના કેટલાક સ્થળોએ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન, ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ, કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, રાયલસીમા અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.