સૂર્યના તાપથી પગ પર થઈ ગયું છે ટેનિંગ
તાપ અને ધૂળના કારણે પગ પડી જાય છે કાળા
જાણો તેને ફરી સુંદર બનાવવાની રીત
સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એવામાં આપણે ચહેરા અને હાથનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ બહાર જતી વખતે પગને નજરઅંદાજ કરી દીઈએ છીએ. તેથી ધૂળ અને તાપના કારણે પગ પર તેની ખરાબ અસર પડે છે. અને તે ટેન થઈ જાય છે. આવામાં અમે તમને ઘરે જ પગની ટેનિંગ હટાવવા માટે અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
બેસન અને દહીંનું પેક
પગ પરથી ટેનિંગ હટાવવા માટે દહીં અને બેસનનો ઉપયોગ કરો. બેસન અને દહીંને મિક્ષ કરીને તેને પગ પર લગાવો. તેને 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ પગને ધોઈ લો. તમે તેમાં લીંબૂનો રસ પણ મિક્ષ કરી શકો છો.
બટાકા અને લીંબુ
તમે પગ માટે બટાકા અને લીંબુનો ઉપોયગ કરી શકો છો. બટાકાના રસમાં લીંબુનો રસ મિક્ષ કરો. બાદમાં તેમે પગ પર 15થી 20 મિનિટ માટે લગાવી રાખો બાદમાં તેને ધોઈ લો. આ પગને નિખારવામાં મદદ કરશે.
ચંદન અને મધ
એક બાઉલમાં એક ચમચી ચંદન પાઉડર લો. તેમાં એક ચમચી મધ મિક્ષ કરો. આ બન્ને સામગ્રીને સારી રીતે મિક્ષ કરો. તેને પગ પર 30 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર બાદ તેને ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
પપૈયુ અને મધ
પપૈયાના પલ્પમાં અડધી ચમચી મધ મિક્ષ કરો. તેને એક સાથે મિક્ષ કરો. તેને પગ પર લગાવો. તેને 20થી 25 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. ત્યાર બાદ પગને ધોઈ લો. આ ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.