ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત
કાળા ડાઘમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય
દાદી-નાનીની આ ટિપ્સને કરો ફૉલો, સમસ્યામાંથી મળશે છૂટકારો
સિઝન ગમે તે હોય પરંતુ ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત છે. જેનાથી સ્કિનની ચમક ફિક્કી પડી જાય છે. ખાસ કરીને ગરમીમાં સ્કિનને તડકામાંથી થતી સમસ્યાઓ ભોગવવી પડે છે અને તેના પરથી ખીલ અને કાળા ડાઘ જેવી મુશ્કેલીને વધારે છે. એવામાં જેટલુ જલ્દી બને તેટલા આ કાળા ડાઘમાંથી છૂટકારો મેળવી લેવો જોઈએ. તો સમયની સાથે આ વધુ ઘેરા બનશે અને તેને દૂર કરવા મુશ્કેલ થશે. આવો જાણીએ દાદી-નાનીની કેટલીક એવી ટિપ્સને જે આ સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મેથી
મેથીના દાણામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે, જે ચહેરા પર ખીલ, બ્લેકહેડ્સ અને અન્ય સ્કિન ઈન્ફેક્શનને વધવાથી રોકે છે. જેના ઉપયોગ માટે એક પાત્રમાં મેથીના દાણા પલાળી લો અને અંદાજે 5 કલાક પછી પીસીને બારીક પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ગુલાબ જળ મિલાવીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ રાખી ચહેરાને ધોઈ નાખો.
એલોવેરા જેલ
એલોવેરા જેલ સ્કિનને ઠંડક આપવા માટે ઓળખાય છે. જેને ચહેરા પર સીધુ લગાવી શકાય છે. એલોવેરા જેલથી દરરોજ ચહેરા પર હલ્કી મસાજ કરો. તમારા કાળા ડાઘ ધીમે-ધીમે જતા રહેશે. આ દરમ્યાન જો કોઈ ખીલ ક્યારેક ફૂટી જાય તો તેના પર પણ એલોવેરા જેલ લગાવી શકો છો.
લસ્સી
ચહેરા પરથી ખીલ જતા રહ્યાં છે પરંતુ તેની પાછળ કાળા ડાઘા રહી ગયા છે. તો તમે ચહેરા પર આ કાળા ડાઘને હટાવવા માટે લસ્સીનો ઉપયોગ કરી શકો છો. લસ્સીમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચહેરા પર ચમક લાવે છે અને ડાઘને ઘટાડે છે.
ગ્રીન ટી
આ ટીપ્સ માટે તમારે ગ્રીન ટી બેગ્સની જરૂર પડશે. ગ્રીન ટીને પાણીમાં નાખી ચા તૈયાર કરો અને પછી તેને આઈસ ટ્રેમાં નાખી જમા કરી દો. સંપૂર્ણ રીતે જામી ગયા બાદ આ આઇસ ક્યુબ્સથી દિવસમાં બે વખત ચહેરા પર હલ્કી મસાજ કરો. ગ્રીન ટીમાં રહેલા એન્ટી-ઑક્સિડેન્ટ્સ તમને ખીલ અને કાળા ડાઘામાંથી છૂટકારો અપાવવામાં મદદ કરશે.