આલુ પાપડ સમોસા બનાવવા છે એકદમ સરળ
બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે
આ સમોસાને કોઈ પણ ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો
નમસ્તે મિત્રો, ફરી એક વખત અમે આપના માટે એક નવીનતમ અને એકદમ સ્વાદિષ્ટ એવી રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે આલું પાપડ સમોસા. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં ઘણાજ સરળ છે. સામાન્ય રીતે આપ સૌએ આલું સમોસા ખાધાજ હશે, પરંતુ તેમાં કઈક નવીન સ્વાદ અને દેખાવ સાથે આપ આ ડીશઆપના મેહમાનો કે પરિવારજનો સામે પ્રસ્તુત કરી શકો છો. તેમાં પણ ખાસ કરીને બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે. આ રેસીપી બનાવવા માટેની તમામ સામગ્રીઓ ઘરેલું છે જેથી આપ વિના વિચાર્યે આ રેસીપી બનાવી શકશો. આ રેસીપીની ખાસિયત તો એ છે કે આ રેસિપીમાં આલુંની સાથે કોબીજ નો પણ ઉપયોગ કરાયો છે. જે આ વાનગી ને વધુ હેલથી બનાવે છે. આપ આ સમોસાને કોઈ પણ ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો.
આલું પાપડ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
૨ બાફેલા બટાટા(potato)
૩ અડદ દાળના પાપડ(urad dal papdumms)
૫૦ ગ્રામ સમારેલ કોબીજ(cabbage)
અન્ય સામગ્રીઓ:
૨ ચમચી મેંદાના લોટની સ્લરી(all purpose flour slury)
૨ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste)
૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
૧/૨ ચમચી મેથના દાણા(mustard seeds)
૧ ચમચી કોથમીર(coriander leaves)
૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
નમક સ્વાદ અનુસાર(salt)
૧ ચમચી તેલ(oil)
તળવા માટે તેલ(oil)
સજાવટ માટે:
લીલી ચટની(green chutney)
ટોમેટો કેચપ(tomato ketchup)
આલું પાપડ સમોસા બનાવવાની રીત:
સૌ પ્રથમ કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, મેથીના દાણા નાંખી ફૂટવા દો. હવે તેમાં લસણ મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર પકાવી, તેમાં હળદર પાવડર, ગરમ મસાલો અને બાફેલા બટાટા નાંખી મિક્ષ કરી લો.
હવે તેમાં કોબીજ નાંખી મિક્ષ કરો, અને નમક નાંખી મિક્ષ કરો. હવે તેને મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પાકવા દઈ, તેમાં કોથમીર નાંખી મિક્ષ કરી લો અને ઠંડું પાડવા દો.
હવે બધા પાપડ લઇ તેને સરખા ભાગની પટ્ટીમાં કાપી લો. હવે મેંદાના લોટની સ્લરી બનાવી લો. તેના માટે બાઉલમાં ૧ ચમચી મેંદાનો લોટ લઇ તેમાં નમક અને પાણી ઉમેરી મિક્ષ કરો.
હવે તેમાંથી ૧ પાપડની પટ્ટી લઇ તેના પર થોદુજ પાણી લગાવો, વધુ પાણી ન લગાવો. હવે તેના એક છેડે મેંદાના લોટની સ્લરી લગાવી, તેને કોન જેવો શેપ આપી દો.
હવે તેમાં બટાટાનો મસાલો ભરી તેને વાળીને સમોસું તળવા સમયે તૂટે નહી તે રીતે બનાવી લો. હવે બધાજ સમોસાને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વધુ ન તળો નહી તો સ્વાદ બગડી જશે.
હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.