બે વર્ષ બાદ હોટેલ ઉદ્યોગ ખીલ્યો
હોટલ ઈન્ડસ્ટ્રીના 60 ટકા રૂમ બુક થયા
કોરોના ગયા બાદ લોકો ફરવા નીકળ્યા
દેશની હોટલ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર ખીલી ઉઠી છે. આ વર્ષે માર્ચમાં બે વર્ષ બાદ પ્રથમ વખત ઓક્યુપન્સી રેટ 60 ટકાથી વધ્યો છે. એપ્રિલ-મેમાં વેકેશન સિઝનને લીધે હોટલ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત રિકવરી થવાની સંભાવના છે. લગ્નો અને રજાઓની સિઝનથી ઈન્ડસ્ટ્રીને સપોર્ટ મળ્યો છે. એચવીએસ એનારોકના રિપોર્ટ મુજબ, કોવિડ-19 વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની અસરના કારણે આ વર્ષે જાન્યુઆરીમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો ઓક્યુપન્સી રેટ 40 ટકાથી ઘટ્યો હતો.
ત્યારબાદ ફેબ્રુઆરીમાં સ્થિતિ સુધરી 55 ટકા રૂમ બુક થયા હતા. માર્ચમાં વધી ઓક્યુપન્સી રેટ 61 ટકા થયો છે. માર્ચ,2020 બાદ પ્રથમ વખત રૂમ બુકિંગની સંખ્યા 60 ટકાથી વધી છે. લીઝર હોટલ્સમાં ઓક્યુપન્સી પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યો છે. જો કે, બિઝનેસ હોટલ્સમાં હજી નોંધપાત્ર રિકવરી જોવા મળી નથી.
આઈસીઆઈસીઆઈ સિકયોટીઝના રિસર્ચ એનાલિસ્ટ અધિદેવ ચટ્ટોપાધ્યાયના જણાવ્યા અનુસાર, માર્ચમાં હોટલનું સરેરાશ રૂમ દીઠ ભાડું (ARR) રૂ. 5,500 હતું, જે ફેબ્રુઆરી 2020માં પ્રતિ રૂમ ભાડાના 83% છે. માર્ચમાં હોટેલ્સની રૂમ દીઠ આવક (રેવન્યુ-PAR) રૂ. 3,355 હતી, જે ફેબ્રુઆરી 2020ની આવકના 69% છે.
હોટલ ઈન્ડસ્ટ્રીમાં તેજી આવવાના કારણો
દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થતાં પ્રતિબંધો હટાવાયા
ઘરેથી કામ કરવાને બદલે ઓફિસથી કામ શરૂ થયા છે
નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ફરી શરૂ થતાં