એક મહિનામાં ક્રિપ્ટો એસેટ્સે 800 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે.
. ક્રિપ્ટો માર્કેટમાં ભારતીયોનું પણ ઘણું મોટું રોકાણ રહેલું છે
Terra USD વિશ્વનો ચોથો સૌથી મોટો સ્ટેબલ કોઈન છે.
વૈશ્વિક શેરમાર્કેટો ઉપરાંત હાલમાં ક્રિપ્ટો માર્કેટમાં પણ મંદીનો સમય ચાલી રહ્યો છે. શેરમાર્કેટની જેમ જ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ રોજ કડાકા બોલાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ક્રિપ્ટો એસેટ્સે 800 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે. કોઈન માર્કેટ કેપના ડેટા પ્રમાણે મંગળવારે તે 1.4 ટ્રિલિયન ડોલરના તેના નીચલા સ્તરે સ્પર્શી હતી.
ક્રિપ્ટો માર્કેટમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવતો બિટકોઈનમંગળવારે તેના 10 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો. 40,000 ડોલરની સપાટીને સ્પર્શ્યાના છ દિવસની અંદર જ તે 31,450 ડોલર પહોંચી ગયો હતો. બિટકોઈન 69,000 ડોલરની તેના ઓલ-ટાઈમ હાઈ સ્તરથી 50 ટકાથી વધુ તૂટ્યો છે.
ફૂગાવાને નિયંત્રણમાં રાખવા માટે વિશ્વની કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરોમાં વધારો કર્યો છે જેના કારણે વિશ્વના સ્ટોક માર્કેટ તૂટ્યા છે. જેની અસર ડિજિટલ એસેટ પર પણ પડી છે અને તેમાં પણ મોટું ધોવાણ થયું છે. ટેક-હેવી નાસ્ડેકનવેમ્બર 2021માં તેના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને ત્યાંથી અત્યાર સુધીમાં તે 28 ટકા તૂટ્યો છે. ક્રિપ્ટો માર્કેટમાં ભારતીયોનું પણ ઘણું મોટું રોકાણ રહેલું છે.
કોઈનમાર્કેટકેપના ડેટા પ્રમાણે 2 એપ્રિલે ક્રિપ્ટોની માર્કેટ વેલ્યુ 2.2 ટ્રિલિયન ડોલર હતી. જ્યારે નવેમ્બરની શરૂઆતમાં 2.9 ટ્રિલિયન ડોલર સાથે તેની માર્કેટ વેલ્યુ ઓલ-ટાઈમ હાઈ પર હતી. સ્ટેબલકોઈન્સ ખાસ કરીને સુરક્ષિત ક્રિપ્ટોકરન્સીમાં નબળાઈની નિશાન રોકાણકારોને ડરાવી રહી છે. Terra USD વિશ્વનો ચોથો સૌથી મોટો સ્ટેબલ કોઈન છે. જેણે મંગળવારે પોતાનું ત્રીજા ભાગનું મૂલ્ય ગુમાવી દીધું છે.