સિંહની આંખના મોતિયાની સર્જરી કરી
સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું સામે આવ્યું
સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા
ગુજરાતમાં સહુ પ્રથમવાર જ જુનાગઢ ના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહની આંખના મોતિયાની સર્જરી કરી નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી. જામવાળા રેન્જમાં એક પાંચ વર્ષનાસિંહની થોડી હલનચલન પ્રવૃતિ ઘટી જતા તથા શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હલચાલ જન કરતો હોવાનું જંગલ ખાતાના સ્ટાફના ધ્યાનમાં આવતા તેઓએ આ સિંહ પર થોડા સમય રેસ્કયુ સેન્ટરમાં રાખી તેના પર નજર રખાઈ
પણ તે ફકત કોઈ અવાજ આવે તો જ પ્રતિભા હોવાનું જાણ થતા પશુઓના તબીબોની ટીમ અને આંખના સર્જન ડો.સંજય જાવીયાએ આ સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા અનેક રીપોર્ટ કરી તેની સર્જરી જરૂરી હોવાનું જણાવ્યું હતું,જેથીતરત જ જુનાગઢ સકકરબાગ ઝૂ ખાતે ખસેડાયો હતો, અને ત્યાં તેની આંખના સર્જન અને વેટરનરીતબીબો દ્વારા મોતિયાની સર્જરી કરી અને નેત્રમણી બેસાડી અને આ સિંહને આંખના સર્જન અને વેટરનરીતબીબોએ સર્જરી કરી સિંહને નવી દ્રષ્ટી પ્રદાન કરવામાં આવી હતી.ગુજરાતમા સહુ પ્રથમ જ કોઈ સિંહ ને નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી જુનાગઢ મા કરવામાં આવી છે,