પૂરી પરફેક્ટ ડેસ્ટિનેશન પ્લેસ છે સૂર્યોદય નિહાળવાની
મનની સુખદ અનુભૂતિ માટે વારાણસી સૌથી શ્રેષ્ઠ જગ્યા
હિમાલયના ઊંચા શિખરોમાંનું એક શિખર કાંચનજંગા ટેકરી છે
કુદરતે બનાવેલી અદ્ભુત રચનાઓમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવા દરેક માણસને ગમે છે. પ્રકૃતિને પ્રેમ કરતાં લોકો માટે આ સૂર્યોદયનો નજારો જોવો તેમનાં માટે આનંદદાયક છે. અહીં ભારતમાં ઘણાં એવાં પર્યટન સ્થળો છે જ્યાં જઈને લોકો પ્રકૃતિનાં ખોળે બેસી સુર્યોદય નો આનંદ લઇ શકે છે. તો ચાલો જાણીએ ભારતમાં આવેલાં પર્યટન સ્થળો વિશે:
- પૂરી:
ભારતમાં સૂર્યોદયનો નજારો જોવા પૂરી એક અદ્ભુત સ્થળ છે. અહીંના દરિયાની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે તે એક પરફેક્ટ ડેસ્ટિનેશન પ્લેસ છે. અહીં એક ચિલિકા તળાવ પણ આવ્યું છે .લોકોનું કહેવું છે કે ત્યાંથી સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવા મળે છે.
- વારાણસી:
વારાણસી ને સુંદરતાનો નજારો આપતું શહેર માનવામાં આવે છે. અહીં ગંગા કિનારે સૂર્યોદયના દર્શન કરવાથી મનને સુખદ અનુભૂતિ થાય છે તમે વારાણસી આવો ત્યારે આ દ્રશ્યનો અચૂક લાભ લેજો.
- માઉન્ટ આબુ:
માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું એક સુંદર સ્થળ છે. દેશભરમાંથી લાખો લોકો આ પર્યટક સ્થળની મુલાકાત લેતા હોય છે.અહી આબુના તળાવમાંથી સૂર્યોદયને નિહાળવાનો એક અનેરો આનંદ છે.
- કોવલમ:
કોવલમએ કેરળના દરિયા કિનારાનું શહેર છે. જોકે કેરળ ને પણ કુદરતી સુંદરતાનું શહેર માનવામાં આવે છે. અહીંના દરિયા કિનારાની સુંદરતા માટે દુનિયા ભરમાં જાણીતું છે. અહીંનો ઊગતો સુર્ય જોશો તો તમે તેને ભૂલી શકશો નહીં.
- ટાઇગર હિલ્સ:
આ હિલ્સ દાર્જિલિંગમાં આવેલું છે. દરેક પર્વતારોહણ કરતાં લોકો નું સપનું હોય છે કે અહીંના સૌથી ઊંચા પર્વત હિમાલયના ઊંચા શિખરોમાંનું એક શિખર કાંચનજંગા ટેકરી પરથી સુર્યનો અદ્ભુત નજારો જોવાની ઈચ્છા હોય છે.