કુંભકરણ થાળીમાં ચાર જાતનાં પંજાબી શાકનો સમાવેશ કરેલો છે
જૈન ધર્મના લોકો માટે અલગથી વ્યવસ્થા રહેલી છે
પંજાબી અને ગુજરાતી ભોજનનું મિશ્રણ
જૂનાગઢ ની પ્રખ્યાત પટેલ રેસ્ટોરન્ટ જે શકરબાગની સામેની બિલ્ડીંગમાં પેહલા માળે આવેલી છે. આ રેસ્ટોરન્ટની કુંભકરણ થાળી ખુબ જ પ્રખ્યાત છે. અહીં જૂનાગઢની મુલાકાત લેવા આવેલાં મુસાફરો આ થાળીનો અચુક લાભ લે છે.આ કુંભકરણ થાળી માં ચાર જાતનાં પંજાબી શાક હોય છે. જેમાં દાલ તડકા , પહાડી રાયતા, ગુલાજાંબુ, ગ્રીન સલાડ, રશિયન સલાડ,એક ચાઈનીઝ સ્ટાટર , હરભરા કબાબ, દિલ્હી ચાટ, વેજ. બિરયાની, જીરા રાઈસ, અડદના શેકેલા પાપડ, લસ્સી, દૂધ પાક, ભુગડા અને સાથે પાંચ જાતની રોટલી આપવામાં આવે છે.
આ પાંચ રોટલીમાં લછછા પરાઠા, નાન, ચટપટા નાન, કુલછા અને તંદુરી રોટલી આપવામાં આવે છે.આટલું તો આપવામાં આવે જ છે, સાથે અથાણું, આથેલા મરચા, સલાડ, તીખી અને મીઠી ચટણી પણ આપવામાં આવે છે.અહીંની થાળી ની ખાસીયત એ છે કે, આ થાળીમાં ગુજરાત અને પંજાબી ભોજનનું મિશ્રણ જોવા મળે છે. અહીં જો તમે કોઈ જૈન ધર્મ માં માનતા હોય અને તમારે અમૂક વસ્તુ ના ઉમેરવી હોય ,તો તે પણ અહીં ખાસ ખ્યાલરાખવામાં આવે છે અને સાથે તમારાં ટેસ્ટ મૂજબ થાળી બનાવી આપવામાં આવે છે.