બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાથી 7 લોકો ભડથું
આગને પગલે ફાયરબ્રિગેડ-પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા
શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક આનુમાન
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડીરાતે બે માળની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 7 લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. પોલીસે મૃતકોના શબને હોસ્પિટલમાં મોકલ્યા છે. શોર્ટ સક્રિટના કારણે ઈમારતમાં આગ લાગી હતી અને આગ ધીરે-ધીરે વિકરાળ બની છે.ઘટના વિજયનગરના સ્વર્ણબાગ મોહલ્લાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે મોડીરાતે અચાનક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. લોકો ઘટનાને યોગ્ય રીતે સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ અંગેની માહિતી સ્થાનિકોએ ફાયરબ્રિગેડને આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીઓએ ભારે મુશ્કેલી પછી આગ પર કાબુ મેળવ્યો છે. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બિલ્ડિંગની અંદર રહેલા 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.આગની માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી તરફ આગ લાગી હોવાની માહિતી પછી આજુબાજુની બિલ્ડિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાની માહિતી નથી.