શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો અનોખો મહિમા છે
આ યોગ બપોરે 12-17 મિનિટથી રચાશે
આ યોગમાં દાનનું મહત્ત્વ રહેલું છે
આજે બપોરે 12-17 મિનિટથી રચાશે શનિ પુષ્ય નક્ષત્ર યોગ ગુરુ પુષ્ય અને રવિ પુષ્યની જેમ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો પણ અનોખો મહિમા છે.આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષીઓ જણાવે છે કે જયોતિષ શાસ્ત્ર મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને સાથે પુષ્ય નક્ષત્રના પણ સ્વામી છે તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્યા હોય કે જે રાશિમાં શનિની પનોતી બેઠી હોય કે શનિને કારણે લગ્ન વિલંબ, નોકરી ધંધામાં રૂકાવટ નુકશાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ કચેરી.શારિરીક માનસિક પીડા થતી હોય તેણે શાસ્ત્રના મત પ્રમાણે જ્યોતીષ વિદ્વાનો દ્વારા આવા શનિ પુષ્ય નક્ષત્ર જેવા અનોખા સિદ્ધિ યોગના દિવસો શોધી ઊપાયો કરાવાય છે.તેજ રીતે આજે નિવારણની કામનાથી આ મુજબના ઉપાય કરાય તો આ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ ના બળે સહસ્ત્ર પુણ્ય મળે છે શનિ મહારાજની ક્રુપા પ્રાપ્ત થાય છે.અને કોઈપણ પ્રકારની સમસ્યાનું નિવારણ થાય છે.
મહા ઉપાય
- શનિ બીજ મંત્ર જાપ કરો.
- શનિ દોષ નિવારણ માટે સંકલ્પ કરી એક ત્રણ કે સાત માળા સંકલ્પ કરી કરો
- કે 23000 શનિ મંત્ર જાપ કરો ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
- શનિવારે હનુમાનજી શનિદેવના દર્શન કરવા જવુંતેલ સિંદૂર અર્પણ કરો
- ગરીબોને યથા શક્તિ દાન કરવું ઘરડા અને વૃદ્ધ લોકોનું સન્માન કરો મદદ કરો આશીર્વાદ લો
- ગરીબ, કામદાર અથવા નોકરો અને અપંગને હંમેશા ખુશ રાખો
- શનિવારે અને શનિ ગ્રહના આ નક્ષત્રો પુષ્ય, અનુરાધા, ઉત્તરા ભાદ્રપદમાં ઉપાય કરવાનો મહીમા છે તે પૈકી આજે શનિ પુષ્ય નક્ષત્ર યોગ છે
શનિ શાંતિ માટે દાન કરો
શનિને લગતી વસ્તુઓનું દાનમાં સાંજે કે રાત્રે કરવું જોઈએ દાન કરનારી ચીજો- અડદ, લોખંડ, લોખંડના વાસણો, તેલ, કાળા સફેદ તલ,, કાળો કાબળો કાળું કાપડ કે પોતાના જૂના વસ્ત્રોનું દાન ગરીબ જરૂરિયાતમંદ લોકોને કરો