બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે.
કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ.
જાણો આ પેકેજનો ખર્ચો કેટલો થશે.
બદ્રીનાથ ધામની પવિત્ર યાત્રા 8 મેથી શરૂ થઈ રહી છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે. જો તમે પણ ચારધામ યાત્રા પર જવા માંગો છો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવી રહ્યું છે. આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને દરેક મહત્વપૂર્ણ તીર્થોના દર્શન કરવાનો મોકો મળશે. શ્રદ્ધાળુઓને એક નક્કી રકમમાં યાત્રા વખતે રહેવા, ભોજન અને ટ્રાવેલ કરવા માટે પ્લેન અને ગાડીઓની સુવિધા આપવામાં આવશે.=11 રાત્રી અને 12 દિવસનું આ ટૂર 10 જૂન 2022એ ઓડિશાના ભુવનેશ્વરથી શરૂ થશે અને 21 જૂને સમાપ્ત થશે. ભુવનેશ્વરથી શ્રદ્ધાળુઓને પ્લેન દ્વારા નવી દિલ્હી લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભક્તોને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીની સાથે જ ગુપ્તકાશી, બરકોટ, હરિદ્વાર, સોનપ્રયોગ વગેરે સુંદર અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે.
આ ટૂર પેકેજનો ખર્ચ 60,000 રૂપિયાથી શરૂ થશે. તેની બુકિંગ IRCTCની વેબસાઈટ irctctourism.com પર જઈને કરી શકાય છે. IRCTCના કાર્યાલયોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે.એક રિપોર્ટ અનુસાર આ પેકેજમાં મુસાફરોને વિમાનમાં ભુવનેશ્વરથી દિલ્હી લાવવામાં આવશે અને પાછા લઈ જવામાં આવશે. તીર્થયાત્રીઓને 11 રાત માટે ડીલક્સ હોટેલ અથવા રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને AC વાહનમાં ચારધામ લઈ જવામાં આવશે.IRCTC તમામ સ્થળોની મુલાકાત લેવા માટે ગાડી ઉપલબ્ધ કરાવશે. સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરો માટે નાસ્તો અને રાત્રિભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવશે. IRCTC ટૂર મેનેજર સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરોની સાથે રહેશે. મુસાફરોએ પાર્કિંગ ચાર્જ, ટોલ ટેક્સ અને અન્ય કોઈ ખર્ચો ચૂકવવા પડશે નહીં.