48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત 18 જિલ્લામાં યલો એલર્ટ
NDRFની 17 અને ODRAFની 20 ટીમો તહેનાત
છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે
ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જોખમને જોતા સરકારે NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો તહેનાત કરવામાં આવી છે. 175 ફાયર બ્રિગેડને પણ તહેનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. અંદામાનનાં સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે.IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 8 મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી તેની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.
અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.વાવાઝોડું આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ, ઓડિશા સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 2021માં ભારતમાં ત્રણ વાવાઝોડાઆવી ચૂક્યા છે. વાવાઝોડું જવાદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યું હતું. આ સિવાય મે 2021માં વાવાઝોડું યાસ આવ્યું હતું