કોહલીની ધીમી ઈનિંગનો અંત
વિરાટ કોહલી 33 બોલમાં 30 રન કરીને આઉટ થયો
કોનવેની સતત બીજી ફિફ્ટી
IPL 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. CSK પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી ચેન્નઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગયું છે.સતત ત્રણ હાર પછી બેંગલુરુની આ પ્રથમ જીત છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી RCBએ 11માંથી 6 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે. આની સાથે જ ચેન્નઈની 10 મેચમાં આ સાતમી હાર છે. ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે.અગાઉ ટોસ હાર્યા પછી બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા.કિવી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરતા આ ટૂર્નામેન્ટમાં સતત બીજી ફિફ્ટી પૂરી કરી લીધી હતી. જોકે, તે હાઈસ્કોરિંગ ઇનિંગ રમી શક્યો નહોતો અને 37 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. તેણે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે અણનમ 85 રન કર્યા હતા.અંબાતી રાયડુ 8 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 5 બોલમાં 3 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.મેક્સવેલે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી.
વિરાટ કોહલી 33 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. મોઈન અલીએ વિરાટને ક્લીન બોલ્ડ કરી ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. કિંગ કોહલીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 90.91 હતો.મોઈને IPLમાં પહેલીવાર કોહલીને આઉટ કર્યો હતો.આ સીઝનમાં RCBના પૂર્વ કેપ્ટને 11 ઇનિંગ્સમાં 23.44ની એવરેજથી 211 રન કર્યા છે.રજત પાટીદાર 15 બોલમાં 21 રન કરી આઉટ થયો હતો.પાટીદાર અને લોમરોરે ચોથી વિકેટ માટે 32 બોલમાં 44 રન જોડ્યા હતા.મોઇને 150 વિકેટ પૂરી કરીઆ મેચમાં એક વિકેટ લેતાની સાથે જ મોઈન અલીએ T20 ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. આ ફોર્મેટમાં આ રેકોર્ડ નોંધાવનારો મોઈન વિશ્વનો 123મો ખેલાડી બની ગયો છે. તેણે ફાફ ડુ પ્લેસિસને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. વળી અલીએ મેચમાં 4 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. એટલું જ નહીં ફાફ ડુપ્લેસિસ ઉપરાંત તેણે વિરાટ કોહલી (33)ને પણ આઉટ કર્યો હતો.