હત્યારા ફેનિલને ફાંસીની સજા અપાઈ
જજે કહ્યું- દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ
હત્યાના પ્રયાસના કેસમાં પણ સજાઃ સરકારી વકીલ
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે, ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનાર તમામ નેતાઓનો આભાર માન્યો હતો.
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે. ફેનિલને સજા આ[પ્વ માટે 506 પાનાનું જજમેન્ટ રજૂ કરાયું. તમામ દલીલ બાદ ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી છે. જેજે સજા સંભાળવતા જ પરિવારના સભ્યો કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. આ કેસ રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. આરોપીમાં પસ્તાવો કે કાયદાનો ડર દેખાયો નથી. કેસ બાદ બહેનને પોતાની તરફેણમાં નિવેદન આપવાનું કહ્યું હતું.