આ સાયકલ તમામ પ્રકારના ટ્રેક પર ચલાવવા માટે સક્ષમ
સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનેલી છે
ભારતમાં સાયકલિંગ એક જબરદસ્ત ગતિએ વિકાસ પામી રહ્યું છે
નાઈન્ટી વન સાયકલ્સે ભારતમાં KTM શિકાગો ડિસ્ક 271 માઉન્ટેન સાયકલ લોન્ચ કરી છે. આ નવી સાઈકલ 63,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે એક ઓલ-ટેરેન સાયકલ છે જે કોઈપણ પ્રકારના ટ્રેક પર દોડવા સક્ષમ છે. કંપનીએ તેને વિવિધ ઉંમરના ગ્રાહકો માટે ત્રણ ફ્રેમ સાઇઝમાં ઉપલબ્ધ કરાવી છે. આ સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનાવવામાં આવી છે, જેના કારણે તેનું વજન માત્ર 15 કિલો છે.સાયકલને તમામ પ્રકારના ટ્રેક પર ચલાવવા માટે સક્ષમ કરવા તેમાં 27.5-ઇંચના ઓલ-ટેરેન ટાયર લગાવવામાં આવ્યા છે. આ સાયકલના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક લગાવવામાં આવી છે, જે વધુ સારી બ્રેકિંગ આપે છે. આ સિવાય ફ્રન્ટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને માઉન્ટેન રાઈડિંગ માટે ખાસ ડિઝાઈન કરાયેલ હેન્ડલબાર આપવામાં આવ્યું છે.
અમે તમને જણાવી દઈએ કે નાઈન્ટી વન સાઈકલ એ બાઇક ઉત્પાદક KTM ની અધિકૃત કંપની છે, જે ભારતમાં સાઈકલ વેચે છે.લોંચ પર બોલતા, નાઈન્ટી વન સાયકલ્સના સહ-સ્થાપક અને સીઈઓ સચિન ચોપરાએ જણાવ્યું હતું કે, “ભારતમાં સાયકલિંગ એક જબરદસ્ત ગતિએ વિકાસ પામી રહ્યું છે, જેમાં વિવિધ વય જૂથો અને આર્થિક પૃષ્ઠભૂમિના લોકો તેમના દૈનિક સફર તરીકે સાયકલનો સક્રિયપણે ઉપયોગ કરે છે અને તેને અપનાવે છે.વધુ સારા અનુભવની શોધમાં યુઝર્સની માંગને પહોંચી વળવા અમે KTMની નવીનતમ પ્રીમિયમ બાઇક, શિકાગો ડિસ્ક 271 રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે શિકાગો ડિસ્ક 271 અંતિમ વપરાશકર્તા માટે શ્રેષ્ઠ-ઇન-ક્લાસ આરામ, સલામતી અને સગવડ સાથે ભારતમાં બેન્ચમાર્ક સેટ કરશે.”