Nokia એ ન્યૂ ફીચર્સ વાળા શાનદાર ટીવી કર્યા લોન્ચ
નોકિયાએ 32 ઇંચ અને 40 ઇંચનું મોડલ પણ માર્કેટમાં ઉતાર્યું
સ્માર્ટ ટીવી ને ફ્લિપકાર્ટથી ખરીદી શકાશે
નોકિયાએ ભારતીય બજાર માટે કેટલાક નવા એન્ડ્રોયડ સ્માર્ટ ટીવીની જાહેરાત કરી છે. આ મોડલ 2022ના સ્માર્ટ ટીવી હેઠળ છે અને તેમાં 5 ટીવી સામેલ છે, જે 32 ઇંચના એચડી મોડલથી લઈને 55 ઇંચ 4K સ્માર્ટ ટીવી સુધી છે. હાઈ એન્ડ મોડલ્સની વાત કરીએ તો નોકિયા ટીવી ત્રણ સ્ક્રીન સાઇઝ (43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ) માં 4K રિઝોલ્યૂશન પ્રદાન કરે છે. નોકિયાએ 32 ઇંચ અને 40 ઇંચનું મોડલ પણ માર્કેટમાં ઉતાર્યું છે. આવો જાણીએ Nokia TV 2022 ની કિંમત અને ફીચર્સ. 32 ઇંચના નોકિયા ટીવી 2022ની કિંમત 14499 રૂપિયા છે, જ્યારે 40 ઇંચ મોડલની કિંમત 21990 રૂપિયા છે. બીજી તરફ 43 ઇંચના 4K મોડલની કિંમત 27999 રૂપિયા, 50 ઇંચના મોડલની કિંમત 33990 રૂપિયા અને 55 ઇંચના મોડલની કિંમત 38999 રૂપિયા છે. આ ટીવીને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.
Nokia TV 2022 Specifications
4K ના તમામ મોડલોમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 3840 x 2160 રિઝોલ્યુશન છે અને સાથે MEMC તકનીક માટે પણ સમર્થન છે. આ સિવાય નવુ ટીવી HDR10 અને ડોલ્બી વિઝન માટે પણ સપોર્ટ આપે છે. હુડ હેઠળ ત્રણ સ્માર્ટ ટીવી ક્વાડ કોર SoC દ્વારા સંચાલિત થાય છે, જેને 2જીબી રેમ અને 8GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવે છે.
Nokia TV 2022 Features
આ વચ્ચે સ્નાડર્ડ મોડલ પોતાના 32 ઇંચ વર્ઝન માટે 1366 x 768 પિક્સલની સાથે આવે છે, જ્યારે 40 ઇંચ મોડલ ફુલ એચડી રિઝોલ્યુશન પ્રદાન કરશે. ડિસ્પ્લે લોકલ કોન્ટ્રાસ્ટ સપોર્ટની સાથે 270 નિટ્સ બ્રાઇટનેસ પ્રદાન કરે છે. આ ટીવી 01 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે ક્વાડ કોર CPU ની સાથે આવે છે. તમામ ટીવીમાં એન્ડ્રોયડ ટીવી 11 ઓએસ, ડોલ્બી ઓડિયોની સાથે 24W સ્પીકર, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને તેના રિમોટમાં લોકપ્રિય સ્ટ્રીમિંગ સેવાઓ માટે હોટકી પણ છે.