કેપ્ટન મયંકના એક રનની કિંમત ટીમને 7 લાખ રૂપિયા પડી
હૈદરાબાદના ઉમરાન મલિકની એક વિકેટ લગભગ 26.66 લાખ રૂપિયા
હાર્દિકે 8 મેચમાં 135.68ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે.
રવિવાર સુધી IPLમાં 74 માંથી 47 મેચ રમાઈ છે. હરાજી પહેલા ટીમોએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા હતા. પરંતુ રિટેન કરાયેલા મોટાભાગના ખેલાડીઓ ટીમ માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે. પંજાબના રિટેન કરાયેલા બંને ખેલાડીઓ અત્યાર સુધી ફ્લોપ રહ્યા છે. કેપ્ટન મયંકના એક રનની ટીમને 7 લાખ રૂપિયા જ્યારે અર્શદીપની એક વિકેટની કિંમત 1.33 કરોડ રૂપિયા છે. ચેન્નઈનો જાડેજા પણ અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તેનો એક રન 14 લાખનો છે. રોહિત શર્માના એક રન માટે મુંબઈ માટે 10 લાખ અને કોહલીના એક રનની બેંગ્લોર માટે 8 લાખની કિંમત છે. સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર હૈદરાબાદના ઉમરાન મલિકની એક વિકેટ લગભગ 26.66 લાખ રૂપિયા છે.
ડ્રૉફ્ટ કરાયેલ ગુજરાત ટાઇટન્સના ત્રણેય ખેલાડીઓ ફોર્મમાં ચાલી રહ્યા છે.ચાલુ સિઝનમાં લખનઉ અને ગુજરાતે ત્રણ-ત્રણ ખેલાડીઓને ડ્રૉફ્ટ કર્યા હતા. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે રાશિદ ખાન અને શુભમન ગિલ પણ ફોર્મમાં ચાલી રહ્યા છે. હાર્દિકે 8 મેચમાં 135.68ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે. તે ટોપ-5 બેસ્ટ સ્કોરરમાં પણ સામેલ છે. આ સાથે જ 4 વિકેટ પણ લીધી છે. તે જ સમયે, લખનઉનો કેપ્ટન રાહુલ 10 મેચમાં 145.01ના સ્ટ્રાઈક રેટથી 451 રન સાથે બીજા નંબર પર છે. આ સાથે જ માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈ પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.