BTPને લઇ કોંગ્રેસને હજુ પણ આશાવાદ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહે આપ્યું મોટું નિવેદન
ભાજપ સામે તમામ પાર્ટી એક થઇ લડશે- ભરતસિંહ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ ગત રવિવારે એટલે કે 1લી મે ગુજરાત સ્થાપના દિને આમ આદમી પાર્ટી અને બીટીપીએ ભરૂચ ખાતે ગઠબંધન કર્યું હતું. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. જેની વચ્ચે હજી પણ કોંગ્રેસ BTPને લઈને આશા સેવી રહ્યું છે.AAP અને BTPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, હજુ થોડી રાહ જોવો ભાજપ સામે તમામ પાર્ટીઓ એક થઈ લડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે.ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સુધી આદિવાસી સમાજની વોટબેંક પર નજર છે.
ત્યારે ભરત સોલંકીના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે, કે, ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં AAP-BTPની સરકાર બનશે. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી. દિલ્હીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ આપી છે. તેમણે જણાવ્યું કે, હું કટ્ટર ઈમાનદાર છું, કેન્દ્ર સરકારે મારી ઓફિસ-ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ના મળ્યું, એટલે તો હું આજે અહિયાં ઊભો છું. કેજરીવાલે ગુજરાતમાં વધુમાં વધુ લોકો AAPમાં જોડાય તેવી અપીલ કરી