એલઆઈસીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચ્યું.
એલઆઈસી એ આઈપીઓ માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ
એલઆઈસી પોતાના આઈપીઓ દ્વારા 21,000 કરોડ એકત્રિત
દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના આઈપીઓની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીનો આઈપીઓ 4 મેએ ઓપન થશે અને આ ઈસ્યુ 9 મે સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ દરમિયાન અનલિસ્ટેડ માર્કેટમાં એલઆઈસીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચી ગયું છે.એલઆઈસી એ આઈપીઓ માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ રાખવામાં આવી છે. ગ્રે માર્કેટ પર નજર રાખનારા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનો ભાવ 1035 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો હતો. જે તેની 495 રૂપિયાની ઉપરની પ્રાઈસ બેન્ડ કરતા 85 રૂપિયા એટલે કે 9 ટકા વધારે છે. 29 એપ્રિલે એલઆઈસીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 70-80 રૂપિયા હતું જ્યારે પ્રથમ દિવસે 60-70 રૂપિયા હતું.એલઆઈસી પોતાના આઈપીઓ દ્વારા 21,000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે અગાઉથી જ આ આઈપીઓ ઓપન થઈ ઘયો છે અને થોડા કલાકોમાં જ તે ઓવરસબસ્ક્રાઈબ્ડ થઈ ગયો હતો, તેમ બેંકિંગ સૂત્રોએ જણાવ્યું હતું.
એલઆઈસી એ અંદાજીત 5.93 કરોડ શેર્સ એન્કર ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખ્યા છે અને તે આનાથી અપર પ્રાઈસ બેન્ડ પર 5,630 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ પ્રમાણે એન્કર ઈન્વેસ્ટર્સમાં બોલી લગાવનારાઓમાં નોર્જીસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને જીઆઈસી પણ સામેલ છે. નોર્જીસ બેંક નોર્વેના સોવેરિયન વેલ્થ ફંડ છે જ્યારે જીઆઈસી સિંગાપોરનું સોવેરિયન વેલ્થ ફંડ છે.સરકાર આઈપીઓ દ્વારા એલઆઈસીમાં પોતાનો 3.5 શેર કે 22.12 કરોડ શેર વેચી રહી છે. હાલમાં એલઆઈસીની 100 ટકા ભાગીદારી સરકાર પાસે છે અને આઈપીઓ બાદ સરકારી ભાગીદારી ઘટીને 96.50 ટકા થઈ જશે. આ આઈપીઓ માટે 15 શેરના લોટ મુજબ બોલી લગાવી શકાશે. અપર પ્રાઈસ બેન્ડ પર એક લોટની કિંમત 14,235 રૂપિયા હશે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ અને વધારેમાં વધારે 14 લોટ માટે બોલી લગાવી શકશે.