પહેલીવાર ક્યારે આ દિવસ મનાવવામાં આવ્યો હતો?
આ દિવસ મનાવવામાં પાછળ નું કારણ શું છે?
આ વર્ષની થીમ છે ‘Journalism without fear or favor’.
વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે પ્રેસની સ્વતંત્રતા વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભોત્વના અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે.યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3જી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતુ. ત્યારથી દર વર્ષે 3મે ના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘Journalism without fear or favor’.આ દિવસ મનાવવા પાછળનો હેતુ પ્રેસની સ્વતંત્રતાના મહત્ત્વ પ્રતિ જાગરૂકતા ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબદ્ધતાની વાત કરે છે.
પ્રેસની આઝાદીનું મહત્ત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીના મૂલ્યોની સુરક્ષા અને પુનર્સ્થાપિત કરવામાં મીડિયા મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકારએ પણ પત્રકારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ.આફ્રીકાના પત્રકારોએ પ્રેસની આઝાદી માટે વર્ષ 1991માં પહેલ કરી હતી. તે પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની આઝાદીના સિદ્ધાંતોને સંબંધિત એક નિવેદન જાહેર કર્યુ હતુ, જેને ડિક્લેરેશન ઑફ વિન્ડહોકના નામથી ઓળખવામાં આવે છે. ત્યારથી પહેલીવાર 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.દુનિયામાં નિડર પત્રકારોને કેટલીય પરેશાનીમાંથી પસાર થતા હોય છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગી, ભારતીય પત્રકાર ગૌરી લંકેશ અને ઉત્તર આર્યલેન્ડના પત્રકાર લાયરા મક્કીની હત્યાએ એકવાર ફરીથી પ્રેસની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા છે.