- દુનિયા અવનવા માણસોથી ભરેલી છે
- આ ભાઈને ઢીંગલી સાથે થયો પ્રેમ
- ઢીંગલી માટે ઘર પરિવાર છોડી એકલો રહેવા લાગ્યો
આપે સાંભળ્યું હશે કે, પ્રેમમાં લોકો એટલા દિવાના થઈ જતાં હોય છે કે, તેને ઘર પરિવાર, મિત્ર સંબંધીઓથી પણ દૂર થઈ જાય છે. હવે આ પ્રેમ કોઈ છોકરા અથવા છોકરી સાથે હોય તો તો સમજી શકાય, પણ નિર્જીવ ઢીંગલી સાથે પ્રેમ કરીને જીવીત સંબંધોથી દૂર થઈ જવું થોડુ નવીન તો લાગે જ ! અમેરિકાના રહેવાસી એલેક્ઝેંડર સ્ટોક્સે કંઈક આવું જ કર્યું છે. એલેક્ઝેંડર સ્ટોક્સ પાસે એક માણસના કદ જેટલી ઢીંગલી છે અને તે તેને ખૂબજ પ્રેમ કરે છે. તેણે આ ઢીંગલીનું નામ મિમી રાખ્યું છે. છેલ્લા બે વર્ષથી તે તેની સાથે રહે છે. એલેક્ઝેંડરનું કહેવુ છે કે, તેને પોતાના માટે સિંથેટિક સાથી જોઈએ છે. જેની પાછળના તેના પોતાના કારણો છે. અજીબોગરીબ ચોઈસવાળા એલેક્ઝેંડર સ્ટોક્સ બતાવે છે કે, તેને અસલી મહિલાઓ માટે કોઈ ખોટી ભાવના નથી, પણ તેને અમુક વસ્તુ પસંદ નથી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સ્ટોક્સને આ ઢીંગલી સાથે રોમેન્ટીક રિલેશનશિપ છે અને તેની સાથે રહીને તેનો તણાવ ઓછો થાય છે.
માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે. તે ઢીંગલી સાથે પોતાની અલગ દુનિયા બનાવી ચુક્યો છે. જેમાં તે એકલો ખુશ છે. તેનું કહેવુ છે કે, આર્ટિફિશિયલ ઈંટેલિજેંસવાળી ઢીંગલી સાથે રહીને તેનું એકલાપણુ ખતમ થયું છે અને તે ખૂબ જ સારુ અનુભવી રહ્યો છે. ખુદ એલેક્ઝેંડર જણાવે છે કે, સામાજિક જિંદગી એક સમયે ખૂબ જ રંગીન હતી, તેને ઘણા બધાં મિત્રો હતા, પરિવાર અને સંબંધીઓ હતા. ઢીંગલી સાથે પ્રેમભરી જિંદગી વિતાવ્યા બાદ આ બધાં તેનાથી દૂર થઈ ગયા. આ લોકોને લાગે છે કે, સ્ટોક્સ કોઈ માનસિક સમસ્યાનો શિકાર છએ. તેથી આ લોકો તેની સાથે મળવાનું અને બોલવાનું પણ બંધ કરી દીધું છે. જો કે, અત્યંત નજીકના લોકોને ખબર છે કે, 2 વર્ષથી તેની જીંદગીમાં મિમી આવવાથી શું ફરક પડ્યો છે. આર્ટિફિશિયલ ઈંટેલિજેંસવાળી ઢીંગલીથી તેની જિંદગી ખૂબ જ પ્રભાવિત થઈ છે.