વોટ્સએપથી યુઝર્સ સ્ટેટસ અપડેટ પર ક્વિક રિએક્શન આપી શકશે.
આગામી અપડેટ્સમાં આ ફીચરને પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.
ઈંસ્ટાગ્રામની જેમ સ્ટેટસ પર પણ મોકલી શકશો શાનદાર ઈમોજી
ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પર હાલમાં જ એક નવું ફિચર્સ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ સ્ટોરીઝ પર ઝડપી ઇમોજી સાથે રિએક્શન આપી શકે છે. હવે વોટ્સએપ પણ પણ આવું જ એક ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ આવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર્સ સ્ટેટસ અપડેટ પર ક્વિક રિએક્શન આપી શકશે. વોટ્સએપ ટ્રેકર WABetaInfoએ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે કંપની મેસેજ પર ઈમોજીથી રિએક્ટ કરનારા ફિચર્સ પર કામ કરી રહી છે. તો એપ એવું ફિચર્સ પણ ડેવલ કરી રહી છે કે જેનાથી યુઝર્સ સ્ટેટસ પર ક્વિક રિએક્શન આપી શકે.હાલના સમયમાં યુઝર્સ કોઈનું સ્ટેટસ અપડેટ જોઈને ટેક્સ્ટ કરે છે, પરંતુ હવે યુઝર્સના અનુભવમાં બદલાવ આવવાનો છે. એક અહેવાલમાં એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં પ્રતિક્રિયા માટે 8 નવા ઇમોજી જોવા મળી રહ્યા છે.
એમાં હાર્ટ આઈ સાથએ સ્માઈલિંગ ફેસ, આનંદ સાથે ટીઅર ફેસ, ક્રાઈંગ ફેસ, તાળી પાડતો હાથ, બે હાથ જોડેલા પાર્ટી પ્રોપર વગેરે જેવા ઈમોજી શામેલ હશે.આગામી અપડેટ્સમાં આ ફીચરને પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.સાઇટના બીટા વર્ઝનમાં મળેલી સ્ક્રીન અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ એવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને એક જ એકાઉન્ટમાંથી જુદા જુદા ફોન અથવા ફોન અને ટેબલેટ પર ચેટ કરવાની મંજૂરી આપશે. સ્ક્રીન તમને તમારા મુખ્ય ફોન સાથે એક કોડ સ્કેન કરીને તે ડિવાઈસને રજીસ્ટર કરવાનો નિર્દેશ આપશે. જેનો તમે સાથીના રૂપમાં ઉપયોગ કરશો. જણાવી દઈએ કે હાલના સમયમાં સ્કેન કરવા માટે કોઈ કોડ આપવામાં આવતો નહોતો. પહેલા વોટ્સએપ ફક્ત ડેસ્કટોપ ક્લાયન્ટ અથવા વેબ બ્રાઉઝર દ્વારા જ ચલાવી શકાતું હતું