પંજાબમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ
ખાલિસ્તાન અને શિવસેના વચ્ચે અથડામણ
પોલીસ પર પણ પથ્થરમારો કર્યો
પંજાબના પટિયાલામાં ગુરૂવારે કાલી દેવી મંદિર પાસે ખાલિસ્તાન સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિવાદ ખાલિસ્તાની મુર્દાબાદ માર્ચ કાઢવાને લઈને થયો હતો. પોલીસે આ મામલામાં સમાધાન કરવાની કોશિશ કરી હતી, પણ ઉગ્ર ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં એક SHO સહિત કુલ છ લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે હાલત જોતા હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસનું કહેવુ છે કે, શિવસેના પ્રમુખ હરીશ સિંગલા સાથે વાત કરી રહ્યા છીએ, કારણ કે, તેમની પાસે સરઘસ કાઢવાની મંજૂરી નથી.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, પટિયાલામાં બે પક્ષની વચ્ચે થયેલી અથડામણ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી છે. વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
અમે સ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ, કોઈને પણ રાજ્યમાં અશાંતિ ઉભી કરવા દઈશું નહીં, પંજાબની શાંતિ અને સદ્ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે.આ હિંસામાં ખાલિસ્તાની એંગલ પણ સામે આવી રહ્યો છે. હકીકતમાં ખાલિસ્તાની આતંકી અને શિખ ફોર જસ્ટિસ સંગઠનના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નૂ તરફથી શુક્રવારે ખાલિસ્તાન સ્થાપના દિવસ મનાવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુરપતવંત સિંહ પન્નૂએ પંજાબની સરકારી ઓફિસો પર ખાલિસ્તાની ઝંડા ફરકાવાનું આહ્વાન કર્યું હતું. એટલું જ નહીં ઝંડા ફરકાવાનો વીડિયો મોકલનારાને એક લાખ ડોલરનનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.