માર્ગ પરિવહન મંત્રાલયે આપ્યા આદેશ
બે ડઝન ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર લગાવાઈ રોક
દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે એટલા માટે જ સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સરકારે ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર પણ રોક લગાવી છે. સરકારે દંડ પણ ફટકાર્યો આ પહેલા નીતિન ગડકરીએ ઘણા ટ્વીટની સીરીઝમાં કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી ડીફેક્ટીવ ગાડીઓને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે. સાથે જ જાણકારી પણ આપી હતી કે સરકારે આ ઘટનાઓની તપાસ માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. કમિટીને આ ઘટનાઓને અટકાવવાના ઉપાયો શોધાવનું પણ કહેવામાં આવ્યું હતું.
કમિટીની તપાસનાં રિપોર્ટનાં આધાર પર સરકાર ડિફોલ્ટ કરનાર કંપનીઓ મારે અનિવાર્ય આદેશ જાહેર કરશે. જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ક્વોલીટી પર કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર થશે અને જો ક્વોલીટીનાં મામલામાં કોઈપણ કંપનીની બેદરકારી સામે આવે છે, તો તેના પર મોટો દંડ લગાવવામાં આવશે. આગ લાગવાની ઘટનાઓ બાદ ઇલેક્ટ્રિક 2-વેહીકલ્સ બનાવનાર બે પ્રમુખ કંપનીઓ Ola Electric અને Okinawa Autotechએ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરોને રિકોલ કર્યા છે. આમાં Olaએ 1441 અને Okinawaએ 3215 સ્કૂટર રિકોલ કર્યા છે.