સૂર્ય ગ્રહણની ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ
પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થશે, આ દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો છે યોગ
આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે, રાખવી પડશે સાવધાની
સૂર્ય ગ્રહણની ઘટનાને વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વની માનવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે 4 ગ્રહણ પડવાના છે. જેમાંથી બે સુર્ય અને 2 ચંદ્ર ગ્રહણ થશે. તો પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થઇ રહ્યું છે. જે ભારતમાં માન્ય નહીં થાય અને તેમજ તેના સુતક પણ માન્ય નહીં થાય. આ ગ્રહણ શનિવારે મેષ રાશિમાં થવા જઇ રહ્યું છે. આ સાથે શનિશ્ચરી અમાવસ્યાનો પણ યોગ બની રહ્યો છે. જ્યોતિષના દ્રષ્ટિકોણથી સુર્યગ્રહણ અને શનિ અમાવસ્યાનો એક દિવસ આવે છે તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે.
શનિદેવ ગ્રહોના રાજા સૂર્યના પુત્ર છે, પરંતુ બંનેની વચ્ચે શત્રુતાનો ભાવ છે. તેથી આ ગ્રહણના સમયે અમુક સાવધાની રાખવી પડશે.ગ્રહણના સમયે વ્યક્તિએ ભગવાનનુ કિર્તન, ભજન અને મનમાં જાપ કરવા જોઈએ. આવુ કરવાથી પૂજા-પાઠનુ ડબલ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે ગ્રહણના સમયે અન્ય અથવા કોઈ અન્ય ચીજ વસ્તુઓ ના ખાવી જોઈએ.ગ્રહણના સમયે મનને શાંત રાખીને બધા કાર્ય કરવા જોઈએ. આ સાથે પરિવારના બધા સભ્યોને શાંતિપૂર્વક રહેવુ જોઈએ. આ સાથે એકબીજા સાથે અથવા બહાર પણ કોઈ ઝગડો ના કરવો જોઈએ. આવુ કરવાથી પિતૃદેવ નારાજ થાય છે.