શું તમે મોંઢાના ચાંદાથી પરેશાન છો?
મોંઢાના ચાંદા પડવા પાછળ ઘણા કારણો છે જવાબદાર
સમસ્યામાંથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપચાર
મોંઢામાં પડેલા ચાંદાથી લોકો હંમેશા પરેશાન રહે છે. આ બિમારીના ઘણા કારણ હોઇ શકે છે. આ એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટના ઈન્ફેક્શનથી થઇ શકે છે. એટલું જ નહીં, દાંતથી મોંઢાની અંદર ખંજવાળ આવવી અથવા કોઈ કારણોસર ગાલ કાપવાથી પણ મોંઢામાં ચાંદા પડી જાય છે.કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો કે, આ મોટાભાગે ઓછા સમય માટે રહે છે, પરંતુ તેમ છતાં ખૂબ તકલીફ આપે છે. જો ચાંદાની સાથે-સાથે તાવ પણ આવે છે તો સારું થવામાં 3 અઠવાડિયાનો સમય લાગે છે. જો ખાવાનુ ગળેથી ઉતારવામાં પરેશાની થાય છે તો તમે ડૉકટરને મળી શકો છો.
- તુલસીના પાન
તુલસીના પાન દરેક ઘરમાં મળી જાય છે. આ સરળતાથી મળી જાય છે. તુલસી અત્યંત લાભદાયી છે. આ વાતાવરણ સિવાય તમારા શરીર માટે રામબાણ છે. જેનાથી અનેક બિમારીઓની સારવાર કરી શકાય છે. તુલસીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. તેથી તેના પાનને દિવસમાં બે-ચાર-પાંચ વખત ખાવાથી મોંઢાના ચાંદા મટી જાય છે.
- ખસખસ
આ સિવાય એક ચમચી સવારે ભૂખ્યા પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંઢાના ચાંદા તરત મટી જાય છે અને તાત્કાલિક આરામ મળે છે.
- નારિયેળ તેલ
નારિયેળ તેલથી મોંઢાના ચાંદાને તરત મટાડી શકાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિલાવીને તેનુ સેવન કરો. આ પેટને ઠંડુ રાખે છે અને મોંઢાના ચાંદાને તરત મટાડે છે.