ટૂ-વ્હીલર્સ રાઈડર્સ માટે મહત્વનું
વીમા પોલિસી ખરીદતી વખતે રાખો આ ધ્યાન
આટલું કરશો તો ફાયદામાં રહેશો
આજકાલ ટુ વ્હીલર દરેક વય જૂથના લોકોનું પ્રિય વાહન બની ગયું છે. આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ન કરાવવું જોખમ ભર્યું બની શકે છે. ટુ-વ્હીલર રાઈડર્સ માટે વીમો માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ અકસ્માતના સમયે પણ જરૂરી છે. ભારતના રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ પર વધુ વાહનોની હાજરીને કારણે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલર વાહનો લાખો લોકોની પસંદગી બની ગયા છે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. જો કે ટુ વ્હીલર માટે વીમો હોવો જરૂરી બની જાય છે. આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે કઈ બાઇક ઈન્સ્યોરન્સ પોલિસીમાં કેવા પ્રકારનો ફાયદો મળી રહ્યો છે.
તમે તમારી ટુ વ્હીલર વીમા પોલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. ટુ વ્હીલર વીમા પોલિસી સંખ્યાબંધ પરિબળો પર આધાર રાખે છે. તેમાં વાહનની એન્જિન ક્ષમતા, ઉત્પાદનનું વર્ષ, મોડલ અને ભૌગોલિક સ્થાન જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. તમે તમામ એડ-ઓન કવરની યાદી મેળવી શકો છો અને વિવિધ વીમા કંપનીઓની ઓનલાઈન સરખામણી કરી શકો છો.
- કેશલેસ ક્લેમના ફાયદા
તમે તમારી બાઇક વીમા પોલિસી માટે કેશલેસ ક્લેમ પણ કરી શકો છો. જો તમારી વીમા પૉલિસી તમને તમારા ટુ વ્હીલર માટે કૅશલેસ ક્લેમ કરવાની મંજૂરી આપે છે. તો તમારે ફક્ત વાહનને એવા ગેરેજમાં મોકલવાનું રહેશે કે જેનું કંપની સાથે ટાઈ-અપ હોય. આ રીતે તમારે એક પૈસો પણ ખર્ચવો નહીં પડે.નવી કી મળશે મફતમાં. જો તમારા ટુ વ્હીલરની ચાવી ખોવાઈ ગઈ હોય તો તમે વીમા પોલિસી સાથે તેનો દાવો કરી શકો છો. આજના વ્યસ્ત જીવનમાં ચાવી ગુમ થવી સામાન્ય બાબત છે. જો તમારી પાસે વીમા પોલિસી છે, તો તમારે નવી ચાવી મેળવવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં. તમારી વીમા પૉલિસીમાં ‘કી પ્રોટેક્ટ’ ઍડ-ઑન વિકલ્પ છે. જે ચોરી અથવા નુકસાનના કિસ્સામાં ખોવાયેલી કીની કિંમતને આવરી લે છે. આ ઉપરાંત, કંપની તમારા ટુ વ્હીલરના લોક અને ચાવી બદલવાની સુવિધા પણ આપે છે.
મેળવો એન્જિનનો વીમો
ટુ વ્હીલરમાં એન્જીન ખૂબ જ મહત્વપૂર્ણ અને ખર્ચાળ ભાગ છે. તે મૂળભૂત વીમા યોજનામાં આવરી લેવામાં આવતું નથી. જો કે, તમે નિશ્ચિત રીતે પોલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો અને ‘બાઇક એન્જિન પ્રોટેક્ટ’ એડ-ઓન કવર ખરીદીને એન્જિનનો વીમો મેળવી શકો છો.
અકસ્માતના કિસ્સામાં કાયદાકીય રક્ષણ
વીમા કવચની સાથે વ્યક્તિને કાયદાકીય સુરક્ષા પણ મળે છે. વીમા પૉલિસીની ખાસ વિશેષતા એ છે કે તે તમને કાયદાકીય રક્ષણ આપે છે. અકસ્માત અને થર્ડ પાર્ટી સાથે કાયદાકીય સમસ્યાઓના કિસ્સામાં, વીમા પૉલિસી ટુ-વ્હીલર માલિકોના બચાવમાં આવે છે. આવા કિસ્સામાં, થર્ડ પાર્ટી વીમા પૉલિસી તમને કાયદાકીય રક્ષણ આપે છે.