દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર
ખાતર પર સબ્સિડી વધારશે સરકાર
ખેડૂતો પર બોઝ આપવા નથી માગતી સરકાર
દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબસીડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.
સરકારનો પ્રયત્ન છે કે, રો મટિરિયલના રેટમાં વધારાનો બોઝ ખેડૂતો પર ન પડે. એટલા માટે સબસીડીનો વધુ ભાર ઉઠાવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરનું રો મટિરિયલના ભાવમાં વધારો આવ્યો છે. કારણ કે, ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરની સપ્લાઈને પ્રભાવિત કરે છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર રો મટિરિયલ ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. કેનેડા, ચાઈના, જોર્ડન, મલેશિયા, ઈંડોનેશિયા અને અમેરિકાથી ખાતરનું રો મટિરિયલ આવે છે. છેલ્લા કેટલાય વર્ષોમાં ખાતર સબસીડી 80 કરોડની આસપાસ હોય છે. પણ રો મટિરિયલના ભાવ વધવાના કારણે ડીએપીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે.
એટલા માટે સરકારે ભારે સબસીડી આપીને ખેડૂતોને રાહત આપી હતી, પણ 2020-21માં ખાતર સબ્સિડી 1.28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ફરી રો મટિરિયલના ભાવમાં ઉછાળો આવ્યો, તો પણ સરકારે નિર્ણય કર્યો કે, તેની અસર ખેડૂતો પર ન પડે. આવી રીતે 2021-22માં તે વધારે થઈ ગયું . કહેવાય છે કે, આ વખતે સબસીડી 1.4 થી 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલના દિવસોમાં રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું હતું કે, સરકારનો પ્રયત્ન છે કે, ખેડૂતોને યુરિયા સહિત અલગ અલગ ખાતર યોગ્ય માત્રામાં અને યોગ્ય ભાવ પર મળી રહે. તેના માટે સબસીડીનો આખો ભાર ઉઠાવી રહી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, કેટલાય દેશોમાં યુરિયાની કિંમત લગભગ ચાર હજાર રૂપિયા પ્રતિ બોરી છે. જ્યારે ઈંડિયામાં તેના ભાવ 266 રૂપિયા છે. આવી રીતે સરકાર પ્રત્યેક બોરી દીઠ 2650 રૂપિયાની આપી રહી છે.