તમારી બેંક ડિટેલ્સથઈ શકે છે લીક
બેંક મોબાઇલ ડિટેલ્સ વોલેટની કરો સુરક્ષા
ગોપનીયતા અને મોબાઇલ વોલેટ વધુ મહત્વપૂર્ણ છે
શું તમે જાણો છો કે આજકાલ ચોર તમારો મોબાઈલ ચોરી લીધા પછી માત્ર એક જ વસ્તુ શોધે છે? તમારી બેંક ડિટેલ્સ (Bank Details). તે માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન (Smartphone Stolen)ના ચોર માટે આ વોલેટ્સ એક્સેસ કરવું એટલું મુશ્કેલ નથી. ઉદાહરણ તરીકે બ્રાઝિલના સાઓ પાઉલોમાં ગુનેગારોએ iPhone હેન્ડસેટની ચોરી તેને વેચવા માટે નહીં, પરંતુ આ ડિવાઇસના માલિકોની બેંક ડિટેલ્સ સુધી પહોંચવા અને તેમના પૈસા ચોરી કરવા માટે કરી હતી.આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમે તમારો ફોન ગુમાવો છો તો તમે નીચેની પ્રોસેસ દ્વારા તમારા ફોન અથવા તેના ડેટાનો દુરુપયોગ અટકાવી શકો છો.
સિમ કાર્ડને બ્લોક કરવાનો અર્થ છે ફોન પરની દરેક એપને બ્લોક કરવી જેને OTP દ્વારા એક્સેસ કરી શકાય છે. તમે હંમેશા નવા સિમ કાર્ડ પર તે જ જૂનો નંબર ફરીથી કન્ટીન્યુ કરી શકો છો. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તમારી ગોપનીયતા અને મોબાઇલ વોલેટ વધુ મહત્વપૂર્ણ છે.ફોન ચોરનાર સરળતાથી તમારી બેંક ડિટેલ્સ મેળવી શકે છે તેથી તે સમયે બેંક સર્વિસીઝ બંધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારું સિમ કાર્ડ અને મોબાઈલ એપ એકસાથે ચાલે છે કારણ કે રજિસ્ટર્ડ નંબર પર OTP વિના કોઈ ટ્રાન્સફર થઈ શક્તું નથી.
એકવાર તમે ફોન ચોરને ઓનલાઈન બેંકિંગ સેવાઓની એક્સેસથી વંચિત કરી દો, પછી ચોર UPI પેમેન્ટ જેવી અન્ય સુવિધાઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી શકે છે. આથી આ બાબતે પણ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે..મોબાઈલ વોલેટે જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ જો તમારો ફોન ખોટા હાથમાં આવી જાય તો Google Pay અને Paytm જેવા મોબાઈલ વોલેટ મોંઘા સાબિત થઈ શકે છે. સંબંધિત એપ્લિકેશનના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરો અને ખાતરી કરો કે જ્યાં સુધી તમે નવા ડિવાઇસ પર વોલેટ રીસેટ ન કરો ત્યાં સુધી કોઈને એક્સેસ આપવામાં આવશે નહીં.