ભિંડાનું પાણી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ રાખે છે
શરીર માટે ફાયદાકારક છે
ભીંડામાં ફાઈબરનો સ્ત્રોત રહેલો છે
ઉનાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, જેમાં પાણી ભરપૂર માત્રામાં હોય અને શરીર માટે જરૂરી પોષકતત્વો મળી રહે. ઉનાળામાં મળતા ભીંડામાં આવા જ ગુણકારી તત્વો મળે છે. શું તમે જાણો છો કે ભીંડાનું પાણી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એક્પર્ટસ કહે છે કે ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગર મેનેજમેન્ટનું કામ કરે છે. જેમાં ફાઈબર,વિટામિન b6 અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે.આ વિટામિન હોમોસિસ્ટાઇન લેવલ ઘટાડે છે, જે શરીરમાં ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.
સાથે જ ભિંડાનાં પાણીમાં ફાઈબર હોય છે, જે શરીરમાં શુગરને સ્થિર રાખે છે. ભિંડામાં ન માત્ર કેલરી હોય છે,પરંતુ તેના પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર પણ હોય છે. આ એલિમેન્ટને કારણે ફાઈબરને તૂટતા વાર લાગે છે અને લોહીમાં શુગર ધીમી ગતિથી રીલીઝ થાય છે. આ ઉપરાંત, ભિંડામાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ ઘણું ઓછું હોય છે અને એ સાબિત થઇ ચુક્યું છે કે ઓછા ગ્લાઈસેમિક ઇન્ડેક્સવાળી વસ્તુઓ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે. એક્સ્પર્ટસ કહે છે કે ભિંડાનું પાણી શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
આ રીતે તૈયાર કરવું ભિંડાનું પાણી ?
આ માટે સૌપ્રથમ 5-6 ભીંડા લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ ચાકૂની મદદથી ભિંડાને બે ભાગમાં કાપી લો. એક જારમાં ભિંડાનાં કપાયેલા ટુકડાઓને આખી રાત પાણીમાં પલળવા માટે છોડી દો અને બીજે દિવસે સવારે લઇ લો. બ્લડ શુગર કંટ્રોલ કરનાર ભિંડાનું પાણી હવે તૈયાર છે.