કચ્છ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
24 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 3 ઝડપાયા
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાંથી 3 ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે MD ડ્રગ્સનો જથ્થા સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરકી છે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે.
તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે.આ પહેલા પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ. 700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે