ધરની આ દિશામાં અરીસો રાખો થશે ધનલાભ
લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ
દક્ષિણ દિશામાં અરીસો મુકવાથી બચવું જોઈએ
દરેક ઘરમાં અરીસો તો હોય જ છે. તેનું દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. ઘર હોય કે બહાર, અરીસાની જરૂરીયાત તો સૌને પડે છે. ચહેરાને નિહાળવાથી લઈને સાજ શ્રુંગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા આ દર્પણનો સંબંધ તમારા સૌભાગ્ય સાથે પણ હોય છે. ઘરમાં અરીસો સાચી દિશામાં લગાવેલ હોય, તો વ્યક્તિને તેના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે ખોટી દિશામાં લાગેલ દર્પણ ઘરમાં રહેનાર સદસ્યોની તમામ તકલીફો વધી જાય છે.
વાસ્તુ શાસ્ત્ર આનુસાર, ઘરમાં લગાવવામાં આવતા અરીસા થી એક પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. આવામાં ઘરમાં અરીસો લગાવતા સમયે તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં અરીસાની સાચી દિશા શું છે, ક્યા આકારનો દર્પણ વાસ્તુ માટે યોગ્ય છે, આ બધી વસ્તુઓની ચર્ચા વાસ્તુ શાસ્ત્રમાં છે.
ઘરની દક્ષિણ અને દક્ષિણ -પશ્ચિમ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ, કેમકે અરીસો પાણીનો સ્ત્રોત છે, એટલા માટે તેને સાચી દિશામાં લગાવવો જરૂરી હોય છે. દક્ષિણ કે પશ્ચિમ દિશાઓ તરફથી આવી રહેલી ઉર્જાને રીફ્લેક્ટ કરે છે.
રંગબેરંગી અરીસાને ક્યારેય વાપરવો જોઈએ નહીં, તેનો ખરાબ પ્રભાવ પડે છે, સાથે જ પોતાના બેડરુમમાં દર્પણ ક્યારેય ન લગાવવો જોઈએ. પાણીનો સ્ત્રોત હોવાથી દર્પણ સમૃદ્ધિ આપે છે. પરંતુ તેનો પ્રભાવ ત્યારે જ પડે છે, જ્યારે તે સાચી દિશામાં હોય. દક્ષિણ દિશામાં ઘરની દીવાલ પર દર્પણ ન લગાવવો જોઈએ. આમ કરવાથી આર્થિક હાની થાય છે કેમકે આ દિશા યમની હોય છે. કારોબારમાં ઉન્નતી માટે ઘણા લોકો દક્ષિણ દિશામાં અરીસો લગાવે છે, પરંતુ વાત્સું શાસ્ત્ર અનુસાર આ યોગ્ય નથી. ઇશાન કોણમાં જળનું સ્થાન હોય છે. ઇશાન એટલે કે પૂર્વ તથા ઉત્તરનું મધ્ય સ્થાન. અહી દર્પણ લગાવી શકાય છે. ઘરના પૂર્વ કે ઉત્તરમાં લાગેલ દર્પણ શુભ માનવામાં આવે છે. સાથે જ 6 બાઈ 6નો અરીસો અત્યંત શુભ માનવામાં આવે છે. દર્પણને પૂર્વ કે ઉત્તરની દીવાલ પર એ પ્રકારે લગાવવો જોઈએ કે જોનારનો ચહેરો ઉત્તર કે પૂર્વ તરફ રહે.
આ વાતોનું પણ રાખો ધ્યાન:
• ડાઈટિંગ ટેબલ સામે અરીસો લગાવવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
• ડ્રોઈંગ રૂમમાં ઉત્તરની દીવાલ પર અરીસો લગાવવો જોઈએ.
• અરીસાને સ્ક્વેર કે ગોળાકાર લગાવી શકો છો, પરંતુ અટપટા ડિઝાઈનથી તો દૂર જ રહેવું.
• તિજોરીમાં પણ અરીસો લગાવવો જોઈએ, જેનાથી ધન વૃદ્ધિ થાય છે.
• ઉત્તર દિશાને ધનનાં દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે અને દક્ષિણ દિશામાં દર્પણ લગાવવાથી ઉત્તરથી આવનાર પ્રતિબિંબ અરીસામાં જોવા મળશે, જે યોગ્ય નથી.
• ઘરમાં ક્યારેય પણ ખૂબ જ ભારે, ધારદાર કે પછી જેની ધાર તૂટેલ ફૂટેલ હોય, એવો અરીસો ન લગાવવો જોઈએ. સાથે જ ત્રિકોણ અરીસો પણ ન લગાવવો જોઈએ, જેનાથી નેગેટીવીટી વધે છે.