બિહારના ગોપાલગંજમાં પોલીસ દ્વારા નોંધાયેલ આ કેસ એક સંગઠિત ગેંગ સાથે સંબંધિત છે. આ ટોળકી ભારતીય યુવાનોને નોકરીના વાયદા સાથે વિદેશ લઈ જાય છે અને સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા નકલી કોલ સેન્ટરમાં કામ કરવા દબાણ કરે છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માનવ તસ્કરી કેસમાં છ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા પાડી રહી છે. માહિતી અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ માનવ તસ્કરી ગેંગની તપાસના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા જેણે સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા ઘણા કોલ સેન્ટર્સમાં યુવાનોને કામ કરવાની લાલચ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બિહારના ગોપાલગંજમાં પોલીસ દ્વારા નોંધાયેલ આ કેસ એક સંગઠિત ગેંગ સાથે સંબંધિત છે. આ ટોળકી ભારતીય યુવાનોને નોકરીના વાયદા સાથે વિદેશ લઈ જાય છે અને સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા નકલી કોલ સેન્ટરમાં કામ કરવા દબાણ કરે છે.