ઓલા ઈલેક્ટ્રિકે 26 નવેમ્બર મંગળવારના રોજ ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 નવા મૉડલ લૉન્ચ કર્યા છે. આ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપનીએ પણ કોમર્શિયલ સ્કૂટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ઓલાએ વ્યાપારી ઉપયોગ માટે Gig અને S1 Z નામના બે મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ Gig સ્કૂટરના બે અલગ-અલગ વેરિઅન્ટ્સ, Gig અને Gig+ રજૂ કર્યા છે. બીજી તરફ, S1 Z ના બે અલગ-અલગ વેરિયન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, S1 Z અને S1 Z+. Ola ઈલેક્ટ્રિકના Gig અને Gig+ બંને સંપૂર્ણપણે વ્યાવસાયિક ઉપયોગ માટે હશે. જ્યારે S1 Z ને પેસેન્જર કેટેગરીમાં અને S1 Z+ ને કોમર્શિયલ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
રેન્જ 112 કિમી હશે જેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક હશે
Gigને 1.5 kWhની બેટરી સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક હશે અને તે સિંગલ ચાર્જ પર 112 કિમીની રેન્જ આપશે. આ સ્કૂટર સિંગલ બેટરી પેક સાથે આવશે. ઓલાએ આ સ્કૂટરને 39,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યું છે. Gig+ ને ડબલ બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 1.5 kWh બેટરી હશે. સિંગલ બેટરી સાથે આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 18 કિમીની રેન્જ આપશે. તેની ટોપ સ્પીડ 45 કિમી પ્રતિ કલાક હશે. કંપનીએ Gig+ની કિંમત 49,999 રૂપિયા નક્કી કરી છે.
કંપનીએ S1 Z માટે 59,999 રૂપિયાની કિંમત નક્કી કરી છે.
S1 Z અને S1 Z+ 1.5 kWh x 2 (3 kW) ની શક્તિ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્કૂટર સિંગલ બેટરી સાથે આવશે અને તેમાં અલગ બેટરી પણ લગાવી શકાય છે. સિંગલ બેટરી સાથે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 75 કિમીની રેન્જ આપશે અને ડબલ બેટરી સાથે તે 146 કિમીની રેન્જ આપશે. તેની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હશે. S1 Z ની કિંમત 59,999 રૂપિયા અને S1 Z+ ની કિંમત 64,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ગીગ સ્કૂટર પણ ભાડે મળશે
ઓલા ઇલેક્ટ્રિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ શ્રેણી બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ખરીદી અને ભાડા બંને માટે ઉપલબ્ધ હશે. Ola ઈલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “Gig અને S1 Z સ્કૂટર શ્રેણીની રજૂઆત સાથે, અમે આ સ્કૂટર્સ સાથે EV અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપીશું.” ઇન્વર્ટર અને પોર્ટેબલ બેટરીનો ઉપયોગ કરીને ઘરોને પાવર આપે છે. કંપનીએ તેની કિંમત 9,999 રૂપિયા નક્કી કરી છે.