આજથી નવેમ્બર મહિનાનું છેલ્લું સપ્તાહ (25 નવેમ્બર થી 1 ડીસેમ્બર ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ તે જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક માહિતી મૂજબ વૃશ્ચિક રાશિના જાતકોએ ઉશ્કેરાટથી બચવું જોઈએ, તેમજ કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. તો ધન રાશિના જાતકોને કોઈ અગત્યની મુલાકાત સફળ થવાનો યોગ બની રહ્યો છે. તેમજ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહમાં સારા પરિવર્તનના યોગ બને તેવી સંભાવના રહેલી છે. કુંભ રાશિના જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી જરુરી છે, જેથી કરીને ગેરસમજ ઊભી ન થાય. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ :
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છે.
વૃષભ રાશિ :
તમારા કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથી દુર રહેવું સારુ.
મિથુન રાશિ:
તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે છે.
કર્ક રાશિ:
તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો, તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.
સિંહ રાશિ :
કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કન્યા રાશિ:
તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો તમારા માટે હિતમાં છે.
તુલા રાશિ:
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકો છો
વૃશ્ચિક રાશિ :
તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
ધન રાશિ :
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળી શકે છે.
મકર રાશિ :
સારા પરિવર્તનના યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.
કુંભ રાશિ:
વાતચીત કરવાંમાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
મીન રાશિ:
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય તેવું જોવા મળી રહ્યું છે.