- લાંબા અને જાડા વાળ ઈચ્છો છો?
- આ ત્રણ ટિપ્સ થઈ શકે છે મદદરૂપ
- વાળના વિકાસ માટે ગરમ તેલની મસાજ
લાંબા અને જાડા વાળ એ દરેક છોકરીનું સપનું હોય છે. આજકાલ છોકરાઓમાં પણ લાંબા વાળની ફેશન લોકપ્રિય બની છે. પરંતુ આપણા ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીની અસરને કારણે વાળનું સ્વાસ્થ્ય બગડે છે. આ સિવાય વાળમાં ગરમ પાણીનો ઉપયોગ, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ વગેરેના કારણે પણ વાળની ગુણવત્તા બગડે છે. જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આના કારણે વાળનો વિકાસ અટકી જાય છે, સાથે જ જબરદસ્ત વાળ ખરવા લાગે છે. પરંતુ જો આપણે સમયસર વાળની યોગ્ય કાળજી લઈએ તો આ સમસ્યાઓમાંથી આપણને રાહત મળી શકે છે. અહીં જાણો ઓલિવ ઓઈલ કેટલાક ઉપાયો વિશે, જે તમારા વાળ ખરવાની સમસ્યાને દૂર કરવાની સાથે વાળનો ગ્રોથ ઝડપથી વધારવામાં મદદરૂપ સાબિત થશે.
જો તમારા વાળ ઘણા ખરી ગયા છે અને સંપૂર્ણપણે નિર્જીવ દેખાય છે, તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર વાળમાં ઓલિવ ઓઈલની માલિશ કરવી જોઈએ. વાળમાં હૂંફાળું ઓલિવ તેલ લગાવો. તેને તમારા વાળમાં આખી રાત રહેવા દો અને સવારે હળવા શેમ્પૂથી માથું ધોઈ લો. આમ કરવાથી તમને થોડા સમયમાં વાળના વિકાસમાં ફરક દેખાવા લાગશે.
જો તમારા વાળની ચમક ક્યાંક ખોવાઈ ગઈ છે. જો વાળ ખૂબ જ ખરબચડા લાગે છે. તો તમારે ઓલિવ ઓઈલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવું જોઈએ. આ માટે ઓલિવ અને નારિયેળ તેલને સરખી માત્રામાં મિક્સ કરીને હળવા ગરમ કરો અને વાળમાં મસાજ કરો. આ પછી એક ટુવાલને ગરમ પાણીમાં નિચોવીને વાળમાં લપેટી લો. લગભગ અડધા કલાક સુધી તમારા વાળને ટુવાલ વડે લપેટી રાખો. ત્યાર બાદ માથું શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી વાળની ખોવાયેલી ચમક થોડા જ સમયમાં પાછી આવી જશે. વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે, તેમની શુષ્કતા દૂર કરવા અને ચમક પાછી લાવવા માટે, તમે એવોકાડોની પેસ્ટ બનાવી શકો છો અને તેને ઓલિવ તેલમાં મિક્સ કરી શકો છો. આ માસ્કને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. થોડા સમય પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. થોડી જ વારમાં તમે રાહત અનુભવશો.