- શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર
- રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર
- શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા નિયમોની આપી જાણકારી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે 2 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરાશે. નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે. અરસપરસ બદલીમાં વતનની જોગવાઇ દૂર કરાઇ. 10 વર્ષ બાદ બદલીના નિયમો બદલાયાં. દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’