સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હાઇટેકનો પર્યાય બની ગયું છે. એક પછી એક સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યું છે. કિંગ ઓફ સાળંગપુર અને આધુનિક ભોજનાલય પછી હવે 1100 રૂમ વાળું યાત્રિક ભવન તૈયાર થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે ટુંક સમયમાં લોકાર્પણ થશે…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિ બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 150 કરોડનાં ખર્ચે 1100 રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઇ ગયું છે. 20 વિઘામાં પથરાયેલાં પતંગિયા જેવી ડિઝાઈવાળા આ ગેસ્ટ હાઉસમાં એકસાથે 4 હજારથી વધુ લોકો સહેલાઇથી રહી શકશે. ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઈનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન હાઇટેકનું પૂર્ણ પર્યાઇ બની ગયું છે.
યાત્રિક ભવનની વિશેષતાઓ
સાળંગપુર ખાતે આકાર લઈ રહેલ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનના આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા છે દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના કુલ 96 રૂમ છે. સર્વન્ટ રૂમ સહિત 40 સ્યૂટ બનાવાયા. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા છે. જેમાં એકસાથે 100થી વધુ લોકો સામાન સાથે બેસવાની સુવિધા છે.
100 ટકા ભૂકંપપ્રુફ બિલ્ડિંગ
9,00,000 સ્ક્વેરફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવાયું છે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાયું, જે 100 ટકા ભૂકંપપ્રુફ છે. બિલ્ડિંગમાં અચાનક આગ લાગે તો અંદર રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. બિલ્ડિંગમાં અંદરની બાજુ 500 અને બહારની બાજુ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકશે. 160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા એરિયામાં પુછપરછ ઓફિસ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ થઈ શકશે. દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવી છે. તો બિલ્ડિંગમાં 40,000 સ્ક્વેરફૂટમાં