કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી વર્કર્સની સંખ્યામાં ઘટાડો કરીશું. આ નિવેદનથી ભારતીય ઈમિગ્રેટની સામે મોટી મુશ્કેલી સર્જાઇ છે
ભારતીય ઈમિગ્રેટ વર્કર્સે અને વિદ્યાર્થીઓને પહેલાથી ઓછા પ્લેસમેન્ટ મળવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં જ ટ્રૂડોની આ જાહેરાત બાદ હાલત વધારે ખરાબ થઈ જશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા થોડા સમયથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા છે. હિન્દુઓ પર હુમલા સહીતનાં મુદ્દે બન્ને દેશો વચ્ચે ખટરાગ વધ્યો છે ત્યારે ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને સંપૂર્ણ રીતે જવાબદાર ગણાવ્યા છે.
આટલો ઘટાડો પહેલી વાર
પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની લિબરલ સરકારે વર્ષો પછી દેશમાં આવતા ઈમિગ્રેટની સંખ્યામાં ભારે ઘટાડો કર્યો છે. જસ્ટિન ટ્રૂડોએ 2025માં નવા સ્થાયી રહેવાસીઓને ઘટાડીને 3,95,000 કરવાનો નિર્ણય કર્યો છે.