દિવાળી પહેલા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યભરમાં ભેળસેળીયા વેપારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. જામનગરમાં એક અઠવાડિયામાં 50 સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં નામચીન બાલાજી સ્વીટમાંથી 70 કિલો મોતિચુરના અખાદ્ય લાડુનો નાસ કરવામાં આવ્યો. કિષ્ના ગુલાબજાંબુ નામની દુકાન માંથી ગુલાબ જાંબુના 90 બોક્સ કુલ 45 કિલો, તેલ 30 કિલો, ચાસણી 50 કિલો, કુલ જથ્થો 125 કિલોનો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
બેડેશ્વર રિષભ ગૃહ ઉઘોગના ગોડાઉનમાંથી વાસી ખોરાક અને શંકાસ્પદ માવો મળી આવતા કાર્યવાહી કરી છે. જેમાં લાડુ 8 કિલો અને 100 કિલો માવાનો નાશ કર્યો. વેપારીઓને ચેતવણી આપવામાં આવી કે જો આગામી સમયમાં ફરી વખત ભેળસેળ કે વાસી જથ્થો મળી આવશે, તો દંડ વસુલાશે. લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે.