વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ-2024માં ભાગ લેવા રશિયાના પ્રવાસે છે, ત્યારે બ્રિક્સ સમિટના બીજા દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગને મળવાની શક્યતા છે. આ સાથે બ્રિક્સ સંમેલનમાં મેનિફેસ્ટો બહાર પડશે. જેની સમગ્ર દુનિયાની નજર આ બ્રિક્સ સંમેલન પર રહેલી છે. યુક્રેન યુધ્ધ પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અમેરિકા અને યુરોપિયન દેશોને નિશાના પર છે. ત્યારે પુતિને સમિટ દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાનો સંદોશો પહોચાડવામાં કોઇ કસર રાખી નથી. આજે બ્રિક્સ સંમેલન બાદ કઝાન ઘોષણા પર સૌની નજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોચ્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિની સાથે યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ, ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશક્યિન નેતાઓ પણ કઝાન પહોચ્યા છે. બ્રિક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ, કે બ્રિક્સ સભ્ય બનવા માટે 40 દેશોના પ્રમુખોના પ્રસ્તાવ મળ્યા છે. જેમાં બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, વિયેતનામ, થાઇલેન્ડ,સીરિયા,પેલેસ્ટાઇન,મ્યાનમાર,મોરક્કો,મલેશિયા,કુવૈત,કઝાકિસ્તાન,ઇન્ડોનેશિયા,ક્યુબા,કોલંબિયા,બહેરિન,કોંગો,અલ્જેરિયાનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં બ્રિક્સ સંમેલનમાં 36 દેશોના પ્રમુખોને બોલાવી પશ્ચિમી દેશોને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. યુક્રેન વિવાદને લઇ દબાણ લાવવાની કોઇ રાજનીતિ અસર થઇ નથી તેવું પુતિન માની રહ્યા છે. આ સાથે બ્રિક્સ સંમેલનમાં નવા સભ્યો બનાવવાનો પણ નિર્ણય કર્યો છે.
આ સંમેલન દ્વારા સભ્યો દેશોના વેપારમાં અમેરિકી ડોલરનો હિસ્સો ઓછો કરવા માટે સ્થાનિક ચલણને વેપારમાં પ્રોત્સાહન આપવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સભ્ય દેશોના બેંકો વચ્ચે ચુકવણીની વ્યવસ્થા માટે નવી ટેક્નોલોજીનો મુદ્દો પણ એજન્ડામાં છે.